AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું બેટરીથી ચાલતું ટ્રેક્ટર !
ટ્રેક્ટર TV 9 ગુજરાતી
વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું બેટરીથી ચાલતું ટ્રેક્ટર !
🚜 હિસારના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિકસાવ્યું છે. દાવો કરવામાં આવે છે કે તે ડીઝલ ટ્રેક્ટર કરતા 25 ટકા સસ્તું હશે. આ ટ્રેક્ટર 16.2 kWh બેટરી પર ચાલે છે. એક વારમાં 80 કિ.મી. ચાલશે 🚜 આ ઈ-ટ્રેક્ટર મહત્તમ 23.17 kmph ની ઝડપે દોડી શકે છે. એટલું જ નહીં, તે 1.5 ટન વજનના ટ્રેલર સાથે 80 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે. આ ટ્રેક્ટરના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. ખાસિયતો : 🚜 બેટરી સંચાલિત ટ્રેક્ટર 16.2 કિલોવોટ (kWh) લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે. તેમાં 12 kW ઇલેક્ટ્રિક બ્રશલેસ ડીસી મોટર છે. આ બેટરી 9 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. આ દરમિયાન 19 થી 20 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ છે. જેની મદદથી માત્ર 4 કલાકમાં ટ્રેક્ટર ચાર્જ કરી શકાય છે. બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરવાની કિંમત આશરે 160 રૂપિયા છે. તેની કિંમત કેટલી હશે? 🚜 યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પ્રોટોટાઇપ મોડેલ હોવાથી બેટરીથી ચાલતા ટ્રેક્ટરની કિંમત આશરે 6.50 લાખ રૂપિયા હશે. સમાન હોર્સ પાવર ધરાવતા ડીઝલ ટ્રેક્ટરની કિંમત 4.50 લાખ છે. જો બેટરીથી ચાલતા ટ્રેક્ટરનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે તો આ ટ્રેકટરની કિંમત પણ ડીઝલ ટ્રેક્ટરની સમકક્ષ હશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
8
અન્ય લેખો