AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેબસાઈટ પર થયો આ મોટો ફેરફાર, શું આ વિકલ્પ નહીં મળે?
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
વેબસાઈટ પર થયો આ મોટો ફેરફાર, શું આ વિકલ્પ નહીં મળે?
📢દેશનો એક મોટો વર્ગ ખેતી પર નિર્ભર છે અને તેની મદદથી આજીવિકા મેળવી રહ્યો છે. આ ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પોતાના સ્તરે ઘણા પ્રયાસો પણ કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પણ આવી જ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતો ને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં દર ૪ મહિનાના અંતરે ૨-૨ હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે. 👉ખેડૂતો ૧૨મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે :- અત્યાર સુધીમાં ૧૧ હપ્તાઓ ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાની કોઈપણ તારીખે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે શકે છે. 👉પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર મોટો ફેરફાર :- હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઈ-કેવાયસીની તારીખને લઈને વેબસાઈટ પર આપવામાં આવેલ અપડેટ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હવે ખેડૂતો પાસેથી ઇ-કેવાયસી કરવાનો વિકલ્પ છીનવી લેવામાં આવ્યો છે. ખેડૂતો ભવિષ્યમાં ઈ-કેવાયસી કરાવી શકશે કે કેમ તે અંગે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે કે આ ૧૨મા હપ્તાની વહેલી રિલીઝનો સંકેત પણ હોઈ શકે છે. 👉પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાં આવશે ઘટાડો :- આ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓના જમીનના રેકોર્ડની ચકાસણી સતત ચાલુ છે. આ દરમિયાન અનેક લાભાર્થીઓ પાત્ર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા પાત્ર ન હોય એ લોકોને સતત નોટિસ મોકલીને ખોટી રીતે મેળવેલા તમામ હપ્તાની વસૂલાત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ વખતે આ યોજનાના લાભાર્થીઓમાં તીવ્ર ઘટાડો થશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
2
અન્ય લેખો