AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વહેલી કપાસની વાવણી તો ખરી પણ આટલું ભૂલતા નહિ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વહેલી કપાસની વાવણી તો ખરી પણ આટલું ભૂલતા નહિ !
📢 પિયતી વિસ્તારમાં ખેડૂતો મે મહિનામાં કપાસની વહેલી વાવણી કરવાની લાલચમાં કેટલીક બાબતોને અવગણતા હોવાથી પાછળથી પ્રશ્નો ઉભા થતાં હોય છે. ➡ પ્રથમ તો આપ ગયા વર્ષે ગુલાબી ઇયળથી ખૂબ માર પડ્યો હોય તો આ વખતે વહેલી વાવણી સપનામાં પણ વિચારવી નહિ. 📢 વડોદરના કરજણ વિસ્તારમાં હજું પણ કરાંઠીઓ ખેતરમાં જ ઉભી છે અને ક્યાંક તો શેઢા પાળા ઉપર દેખાય છે, સત્વરે તેનો નિકાલ કરો; નહિતર ગુલાબી ઇયળ મોઢુ ફાડીને તૈયાર ઉભી હશે. ➡ કેટલીક જાહેરાતો સોશ્યિલ મીડીયામાં ફરતી થઈ છે કે આ કપાસની જાત ગુલાબી ઇયળ સામે પ્રતિકારકશકિત (પીન્ક ગાર્ડ) ધરાવે છે, તો જરા પણ ભરમાતા નહીં. આવી કોઇ કપાસની જાત આવી જ નથી કે પછી સરકારશ્રીએ માન્ય કરી જ નથી. સરકારમાન્ય જ બીજ ખરીદો અને તે પણ પાકા બીલ સાથે. 🌱 જો તમે મે માસમાં જ વાવણી કરવાની મક્કમતા ધરાવતા હો તો ફક્ત ને ફક્ત વહેલી પાકતી જાતની જ પસંદગી કરો અને કપાસ પછી બીજો પાક લઈ શકાય, તે જ જમીનમાં. ➡ જમીન વધારે હોય તો પાકની ફેરબદલી કરો. 📢 જમીનની તૈયારી વખતે જો ખોળ નાંખવાના હો તો લીમડાના ખોળની પસંદગી કરો. ☀ જમીન ખેડી 15 દિવસ સુધી સૂર્ય તાપમાં તપે તેવું આયોજન કરી વાવણી કરશો. 📢 આપની જમીનમાં બોરોન કે પછી મેગ્નેશિયમની ઉણપ જણાય (જમીન ચકાસણી કરાવવાથી ખબર પડે) તો તે પ્રમાણે જમીનની તૈયારી વખતે જ આપી દો. 📢 આપની જમીન ગોરાડુ હોય અને ઉધઇથી શરુઆતમાં ઉગતા છોડ મરી જતા હોય તો ઓરવણ કરતી વખતે ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા એકરે 1 થી 1.5 લી. દવા પિયત સાથે આપી ટપક પધ્ધતિથી આપી જ દો. ➡ છાણિયુ ખાતર ભરવાના હો તો સારુ કહોવાયેલું ભરવું, કાચું છાણીયું ખાતર આપવું નહીં. 🐜 જો ગયા વર્ષે મિલિબગ્સ આવ્યા હોય તો બીજા કેટલાક વધારાના પગલાં લેવા આવશ્યક છે જેમ કે શેઢા-પાળા અને વાડમાં ઉગેલ નિંદામણો અને અડાઉ ઉગેલ કપાસના છોડવાઓનો નિકાલ, ખેતરમાં કે શેઢા-પાળા પર કીડીની વસાહતોનો નિકંદન, બીજાના ખેતરને ખેડીને આપના ખેતરને ખેડવા આવનાર ટ્રેક્ટર કે હળ લાકડાને બરાબર સાફ-સૂફી કરીને જ પ્રવેશ આપો. 📢 એગ્રોસ્ટારની સલાહ અનુસરો અને ખેતીને ઉન્નત બનાવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
104
19
અન્ય લેખો