AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વર્ષો સુધી મફત માં મળશે લાઈટ, જલ્દી કરો આ યોજનામાં અરજી !
યોજના અને સબસીડીન્યુઝ 18 ગુજરાતી
વર્ષો સુધી મફત માં મળશે લાઈટ, જલ્દી કરો આ યોજનામાં અરજી !
🌞 દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. લાઈટના ખર્ચાથી બચવા તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. સોલર પેનલ લગાવવા માટે સરકાર પણ સહયોગ કરી રહી છે. સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સબસિડી આપે છે. સોલર રૂફટોપ સબસિડી યોજના માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-3333 પર જાણકારી મેળવી શકો છો. વર્ષો સુધી મળશે ફ્રી વીજળી : 🌞 સોલર રૂફટોપ લગાવીને તમે વીજળી પર થતા ખર્ચને 30થી 50 ટકા ઘટાડી શકો છો. સોલર રૂફટોપ દ્વારા 25 વર્ષ સુધી વીજળી મળશે અને આ સોલર રૂફટોપ સબસિડી યોજનામાં 5-6 વર્ષમાં ખર્ચની ભરપાઇ થઇ જશે. ત્યાર બાદ તમને આગામી 19-20 વર્ષ સુધી સોલર દ્વારા વીજળીનો મફતમાં લાભ મળશે. 🌞 સોલર રૂફટોપ સબસિડી યોજનામાં 500 KV સુધીનો સોલર રૂફટોપ પ્લાન્ટ લગાવવા પર કેન્દ્ર સરકાર 20 ટકા સબસિડી આપી રહી છે. આ રીતે કરો ઓનલાઇન અરજી 🌞 સૌ પ્રથમ solarrooftop.gov.in પર જાઓ. ☀️ હોમ પેજ પર સોલર રૂફ માટે અરજી પર ક્લિક કરો. 🌞 ત્યાર બાદ તમારું રાજ્ય પસંદ કરો. ☀️ હવે સોલર રૂફ અરજી કરવા માટેનું પેજ ખુલશે. 🌞 તેમાં ફોર્મની તમામ વિગતો ભરીને અરજી સબમિટ કરો. ☀️ સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલેશન માટે પેનલમાં સામેલ પ્રમાણિત એજન્સીઓની રાજ્યવાર યાદી ઓફિશિયલ વેબસાઇટ પર જોઇ શકો છો. આપને જણાવી દઇએ કે સોલર રૂફટોપ સબસિડી યોજના ભારત સરકારના પરમાણુ અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
40
9
અન્ય લેખો