AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લાભપાંચમથી શરુ થઈ રહી છે ટેકાના ભાવે ખરીદી.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
લાભપાંચમથી શરુ થઈ રહી છે ટેકાના ભાવે ખરીદી.
👉પોરબંદર જિલ્લામાં મેધરાજાની મહેરબાનીથી ચોમાસું પાકનું સારું એવું ઉત્પાદન થયું છે. હાલ મગફળીનો પાક તૈયાર થયો છે અને તેને ઉપાડવાની કામગીરી ચાલી રહી છે. 👉લાભ પાંચમથી બજારમાં નવી મગફળી આવક શરૂ થઈ જશે. પોરબંદર જિલ્લામાં ખરીફ પાકનું એક લાખ હેકટરમા વાવેતર થયું હતું. જેમા મગફળીનું ૭૭ હજાર હેકટરમાં વાવેતર થયું હતું. બરડા પંથકમાં સૈાથી વધારે મગફળીનું વાવેતર થયુ હતું. ભારે વરસાદને કારણે કયાંક પાકનુ ફાયદો તો કયાક નુકશાન પણ થયુ છે. નવરાત્રી દરમિયાન સતત પડેલા વરસાદને કારણે મગફળીના પાક ના ઉત્પાદન ઉપર અસર પડી છે. જોકે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીના પાક પાછળ થયેલો ખર્ચ ઉપડી ગયો છે. સારા વરસાદને કારણે પાણી પૂરતુ હોવાના કારણે રવિપાકમાં ફાયદો થશે. પોરબંદર જિલ્લામાં મગફળીના મલલખ ઉત્પાદનને કારણે અર્થતંત્રને પણ ફાયદો થશે. મગફળીની આવક બાદ બજારમાં રૂપિયો ફરતો થશે, ખુલ્લી બજારની સાથે સરકાર દ્વારા ટેકાના ભાવ મગફળીની ખરીદી કરવામાં આવશે. જેના કારણે લાભપાંચમની નવી મગફળીની આવક થશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
5
0
અન્ય લેખો