AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લાખો પશુપાલકોને મોટો ફાયદો, દૂધના ભાવમાં થયો વધારો !
પશુપાલનVTV ગુજરાતી
લાખો પશુપાલકોને મોટો ફાયદો, દૂધના ભાવમાં થયો વધારો !
🐄 મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે હવે પશુપાલકોને હવે 680ના બદલે ₹700 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાથી વધુ મળશે દૂધસાગર ડેરી દ્વારા 6.50 લાખ પશુપાલકોના હિતમાં નિર્ણય, ડેરીના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાબર ડેરીમાં પણ વધારો : 🐃 ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 720નો ભાવ લાગુ પડશે સાથે દાણના ભાવ માં વધારો કરવામાં આવ્યો છે. 🐮 સુમુલ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹20 નો ભાવ વધારો કરવામાં આવ્યો.છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. નવો ભાવ 1 માર્ચથી અમલમાં આવશે. 🐄 અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને ₹35ને સ્થાને ₹40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
6