AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રોજના 100 રૂપિયા બચાવો અને મેળવો રૂપિયા 15 લાખ !
યોજના અને સબસીડીGSTV
રોજના 100 રૂપિયા બચાવો અને મેળવો રૂપિયા 15 લાખ !
સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી સરકારી સ્કીમ છે કે જે દીકરીઓ માટે ખાસ રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જો તમારે પણ દીકરી છે તો આ સ્કીમમાં રોકાણ બાદ તમે તેના હાયર એજ્યુકેશનના ખર્ચા અને લગ્નના ખર્ચાઓથી ચિંતામુક્ત થઇ શકો છો. 100 રૂપિયા રોજના બનશે 15 લાખ! સુકન્યા સમૃદ્ધિ યોજના લાંબા ગાળાની સ્કીમ છે, જેમાં બસ તમારે નક્કી એ કરવાનું છે કે, તમારે તમારી દીકરી માટે જ્યારે તે 21 વર્ષની થશે તો કેટલી રકમ જોઇએ. તો માની લો કે તમારે 15 લાખ રૂપિયા જોઇએ છે, એ માટે તમારે કોઇ મોટી રકમ રોકાણ કરવાની જરૂર નથી. તમારે માત્ર રોજના 100 રૂપિયા બચાવવાના છે, જે આવનારા સમયમાં 15 લાખની મોટી રકમ બની જશે. અમે તમને એ સંપૂર્ણ કેલ્ક્યુલેશન સમજાવીશું, પરંતુ પહેલાં આ સ્કીમને સારી રીતે સમજી લો. શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ? આ સ્કીમ એ દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની એક પોપ્યુલર સ્કીમ છે. 10 વર્ષ સુધીની દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં ઓછામાં ઓછાં 250 રૂપિયા અને વધારે 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરી શકો છો. આ સ્કીમ ત્યારે મેચ્યોર થશે કે જ્યારે દીકરી 21 વર્ષની થઇ જશે. જો કે, આ સ્કીમમાં તમારું રોકાણ ઓછામાં ઓછું ત્યારે લોક થઇ જશે કે જ્યાં સુધી દીકરી 18 વર્ષની ના થઇ જાય. 18 વર્ષ બાદ પણ તે આ સ્કીમથી કુલ રકમનો 50 ટકા ભાગ નીકાળી શકે છે. જેનો ઉપયોગ તેઓ ગ્રેજ્યુએશન અથવા તો આગળના અભ્યાસ માટે પણ કરી શકે છે. ત્યાર બાદ સારા એવાં પૈસા ત્યારે નીકાળી શકાય છે કે જ્યારે તે 21 વર્ષની હશે. 15 વર્ષ સુધી જ પૈસા જમા થાય છે આ સ્કીમની સારી એવી બાબત એ છે કે, તમારે પૂરા 21 વર્ષ સુધી પૈસા જમા નહીં કરાવવાના રહે, એકાઉન્ટ ખોલવાથી લઇને 15 વર્ષ સુધી જ પૈસા જમા કરી શકાય છે, જ્યારે દીકરીની 21 વર્ષની ઉંમર સુધી તે પૈસા પર વ્યાજ મળતા રહેશે. હાલમાં આની પર સરકાર વાર્ષિક 7.6 ટકાના હિસાબથી વ્યાજ આપી રહી છે. આ સ્કીમ ઘરની બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જો કોઇ જુડવા છે ત્યારે 3 દીકરીઓ પણ સ્કીમનો ફાયદો લઇ શકે છે. કેવી રીતે કરો રોકાણની તૈયારી? સૌ પહેલાં તમારે એ નક્કી કરવું પડશે કે જ્યારે તમારી દીકરી 21 વર્ષની હોય ત્યારે તમારે કેટલાં પૈસા જોઈએ છે. સ્કીમની શરૂઆત તમે જેટલી જલ્દી થઇ શકો તેટલી કરશો કે તેટલી રકમ મેચ્યોરિટી એટલે કે દીકરીના 21 વર્ષ થવા પર મળશે. રોકાણ ક્યારે શરૂ કરવું? જેમ કે જો તમારી દીકરી આજે 10 વર્ષની છે અને તમે આજથી રોકાણ કરવાનું શરૂ કર્યું તો તમે ફક્ત 11 વર્ષ સુધી જ રોકાણ કરી શકશો, એ જ રીતે જો 5 વર્ષની દીકરી છે અને જો તમે રોકાણ કરવાનું શરૂ કરો છો તો પછી તમે 16 વર્ષ સુધી રોકાણ કરી શકશો, જેનાથી પરિપક્વતાની રકમમાં વધારો થશે. હવે જો તમારી દીકરી 2021માં 1 વર્ષની છે અને જો તમે રોકાણ કરવાનું શરૂ કરી દીધું તો તે 2042 માં પરિપક્વ થશે અને તમે આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકો છો. રોજના 100 રૂપિયા કેવી રીતે બનશે રૂપિયા 15 લાખ? 👉 અહીં અમે એમ માનીને ચાલી રહ્યાં છીએ કે તમે 2021માં રોકાણ કરવાનું શરૂ કર્યું અને પુત્રીની ઉંમર 1 વર્ષ છે. 👉 હવે તમે દરરોજ 100 રૂપિયા બચાવો, તો મહિનામાં થયા 3000 રૂપિયા. 👉 જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરો છો, તો વર્ષમાં થશે 36000 રૂપિયા. 👉 જો તમે આ રોકાણ ફક્ત 15 વર્ષ માટે કરો છો, તો કુલ રોકાણ થયું રૂ. 5.4 લાખ. 👉 7.6 ટકા વાર્ષિક વ્યાજના હિસાબથી તમને કુલ વ્યાજ મળ્યું રૂ. 9,87,637 રૂપિયા. 👉 2042 માં જ્યારે દીકરી 21 વર્ષની થઈ જશે, ત્યારે આ યોજના પરિપક્વ થશે, તે સમયે કુલ પાકતી રકમ 15,27,637 રૂપિયા થશે. 👉 આ ગણતરી છે જે તમારે ધ્યાનમાં રાખવી પડશે. દિવસના 100 રૂપિયા બચત કરીને તમે તમારી પુત્રીનું ભવિષ્ય સુધારી શકો છો. દરેક રોકાણમાં એક જ મૂળ મંત્ર હોય છે કે જલ્દી શરૂઆત કરવી. આ યોજનામાં પણ જેટલી તમે વહેલાં શરૂઆત કરશો તેટલો વધારે ફાયદો થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
8
અન્ય લેખો