AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રેવન્યુ રેકર્ડ શું છે અને તેનો શું છે ઉદ્દેશ? ભાગ - 2
કૃષિ વાર્તાઅબતક મીડિયા
રેવન્યુ રેકર્ડ શું છે અને તેનો શું છે ઉદ્દેશ? ભાગ - 2
ભાગ - 2 - કલમ-4 મુજબ રેવન્યુ ઓથોરીટીના દાયરા બહારની વિગતો છે. આ બાબતે સિવિલ કોર્ટ નિર્ણય કરવા માટેની યોગ્ય હકુમત છે.રેવન્યુ રેકર્ડમાં કોઈ વાંધા તકરાર લેવાથી કોઈ ટાઈટલ ઉત્પન્ન થતું નથી કે રદ થતું નથી. આ પ્રમાણેનો ચુકાદો સને-2007 માં જસ્ટીસ જયંત પટેલે લેવાભાઈ ભવનભાઈના કેસમાં આપી ઠરાવેલ છે કે, રેવન્યુ રેકર્ડ કોઈ ન તો મિલકતમાં માલિકી હકક ઉભા કરે છે કે ન તો હકકમાં પરિવર્તન કરે છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવેલ છે કે રેવન્યુ ઓથોરીટીને દસ્તાવેજની તકરાર કે માલિકી હકક નકકી કરવાનો અધિકાર નથી અને તે નકકી કરવાની યોગ્ય હકુમત સિવિલ કોર્ટનો છે. તેમજ રેવન્યુ ઓથોરીટી સિવિલ કોર્ટના હુકમ મુજબ હકકપત્રક રજિસ્ટરે નોંધ દાખલ કરવા જવાબદાર છે. આ પ્રકારેના ચુકાદા અને કાયદાના પ્રબંધોથી માહિતગાર ન હોય તે જાણતા અજાણતા વાસ્તવિક જમીન - મિલકતધારકોની વ્યથા અને કાનુની પરિસ્થિતિ સમજી શકતા નથી. તેને કારણે વાસ્તવિક હકક ધરાવતી વ્યક્તિઓ વર્ષો સુધી કાનુની પ્રક્રિયામાં અટવાઈ જાય છે અને ગેરકાયદેસર રીતે વાંધા લેનાર વ્યકિતઓની ગેરવ્યાજબી માંગણીઓને સરેન્ડર થવું પડે છે. આ તબકકે સરકાર દ્વારા ગેરકાયદેસર વાંધા લેનાર વ્યકિતઓને દંડસજા કરવા અથવા બોગસ કાનુની કાર્યવાહી કરનાર સામે દંડકીય જોગવાઈ અને ફરીયાદ કરવા બાબતેના પ્રબંધો ઘડવા જોઈએ. વિશેષમાં રેવન્યુ રેકર્ડની નોંધ બાબતે સરકાર દ્વારા રેવન્યુ ઓફીસરોને ઉચ્ચ અદાલતોના ચુકાદા અને વાસ્તવિક કાનુની પરિસ્થિતિઓથી માહિતગાર કરવા સમયાંતરે ટ્રેનીંગ પ્રોગામ અને રેવન્યુ રેકર્ડની નોંધ બાબતે યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવી જરૂરી છે. જેથી રેવન્યુ ઓફીસરનો કિંમતી સમયનો બચાવ થાય અને સાચા મિલકતધારકોના ટાઈટલ વિવાદાસ્પદ ન બને અને વર્ષો સુધી કાનુની કાર્યવાહીનો ભોગ ન બનવું પડે. આ વિષય નો ભાગ -૧ વાંચવા માટે 👉 ulink://android.agrostar.in/articleDetail?Article_20210911_GJ_KV_5PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. નોંધ : આવી જ મિલકતી કાનૂન જાણવા માંગો છો કે નહીં નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
3