AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાABP ન્યૂઝ
રાહત પેકેજ-2 ની જાહેરાત, આ 9 જિલ્લાઓને મળશે લાભ !
☁️ અતિવૃષ્ટિના કારણે પાક નુકશાનીના મામલો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાકી રહેલા 8 જિલ્લાઓ માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. ગુજરાતના વધુ 9 જિલ્લાના પાંચ લાખ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, અમરેલી, પંમચહાલનો સમાવેશ થાય છે. 👨‍🌾 અગાઉ, ગુજરાતના કૃષિ મંત્રીએ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેના જાહેર કરેલા રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. ☁️ અગાઉ, ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાના 320 ગામ, રાજકોટ જિલ્લાના 156 ગામ, જૂનાગઢ જિલ્લાના 135 ગામ અને પોરબંદર જિલ્લાના 71 ગામ મળી કુલ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. 👨‍🌾 જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા હતા. પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે, તેમ પણ કહેવાયું હતું. ઓછામાં ઓછી 5 હજાર સહાય ચૂકવાશે. SDRFના ધોરણ કરતાં વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. સંદર્ભ : ABP ન્યુઝ , આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
96
28
અન્ય લેખો