AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાહત પેકેજની જાહેરાત, ગુજરાતને મળશે કરોડોની આર્થિક મદદ !
કૃષિ વાર્તાGSTV
રાહત પેકેજની જાહેરાત, ગુજરાતને મળશે કરોડોની આર્થિક મદદ !
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકાર તાઉ-તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તાઉ-તે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી. 👉 તાઉતેની તારાજી પર પીએમ મોદીએ સહાય જાહેર કરી 👉 કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર 👉 પીએમ મોદીએ અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું 👉 પીએમ મોદી દ્વારા રાહતકાર્ય માટે સહાય રકમની ઘોષણા 👉 રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો આવતી રહેશે’ ૧,૦૦૦ કરોડની આર્થિક મદદની જાહેરાત કરી ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ રૂ. ૧,૦૦૦ કરોડની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે. વડા પ્રધાને ભારતના જુદા જુદા ભાગોમાં ચક્રવાતને કારણે સહન કરનારા પ્રતિ દુખ વ્યક્ત કર્યું હતું. ચક્રવાતમાં મોતને ભેટનારના પરિજનોને 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. આ સહાય કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દાદરા નગર હવેલીને મળશે. આ સિવાય 50 હજારની સહાય ગંભીર ઈજાગ્રસ્તોને પણ અપાશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌક્તે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે 50 કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકશાનનો અંદાજ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
7
અન્ય લેખો