AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોંઘા વીજળી બિલ ની ચિંતા છોડો, આ ખાસ ટિપ્સ અપનાવો !
સમાચારએગ્રોસ્ટાર
મોંઘા વીજળી બિલ ની ચિંતા છોડો, આ ખાસ ટિપ્સ અપનાવો !
📢 કાળઝાળ ગરમી શરૂ થતા જ લોકો સામે મોટી સમસ્યા એ આવી જાય છે કે વિજળીનું બિલ કેવી રીતે ઘટાડવું. કારણ કે ગરમીથી રાહત મેળવવા માટે આખો દિવસ એસી, કૂલર અને પંખા ચાલુ રહેતા હોય છે. જેના કારણે વિજળીનો વપરાશ વધી જાય છે. ચાલો જાણીયે લાઈટબીલ ઓછો કરવા માટે ની કેટલીક ટિપ્સ. સોલર પેનલનો કરો ઉપયોગ 🌞 સોલર પેનલનો વિકલ્પ સૌથી સારો છે. ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. આ એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. પરંતુ તે તમારા વિજળીના બિલને ઘણું ઓછું કરી શકે છે. સરકાર રૂફટોપ લગાવવા માટે સબસીડી પણ પ્રદાન કરે છે. 📢 બલ્બ અને ટ્યૂબ લાઈટ કરતા સીએફએલ પાંચ ગણા સુધી વિજળીનું બિલ બચાવે છે. આવામાં ટ્યૂબલાઈટની જગ્યાએ સીએફએલનો ઉપયોગ કરો. 5 સ્ટાર રેટિંગ ધરાવતા જ ઉપકરણો ખરીદો: ✔ ઓછા રેટિંગવાળા એસી વધુ વિજળી વાપરે છે. વિજળીનું બિલ ઓછું આવે તેવું ઈચ્છતા હોવ તો 5 સ્ટાર રેટિંગવાળા એસી જ ખરીદો. આ ઉપરાંત એલઈડી લાઈટનો ઉપયોગ કરશો તો તેમાં પણ વિજળીનું બિલ ઓછું આવતું હોય છે. ફ્રિજ પર કુકિંગ રેન્જ ન રાખો ✔ ફ્રિજ પર માઈક્રોવેવ જેવી વસ્તુઓ બિલકુલ ન રાખો. તેનાથી વિજળીનું બિલ વધુ આવે છે. ફ્રિજને ડાઈરેક્ટ સનલાઈટથી દૂર રાખો. ફ્રિજની આસપાસ એરફ્લો પૂરતો હોવો જોઈએ. ગરમ વસ્તુઓ ફ્રિજમાં ન મૂકો. સૌથી પહેલા તેને ઠંડી થવા દો. કમ્પ્યુટર અને ટીવી ચલાવ્યા બાદ પાવર ઓફ કરી દો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
4
અન્ય લેખો