AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મેળવો શાનદાર રીટર્ન
સમાચારએગ્રોસ્ટાર
મેળવો શાનદાર રીટર્ન
👉પોસ્ટ ઓફિસ અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવે છે. તેની પાસે આવી ઘણી યોજનાઓ છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ યોજનાઓમાં રોકાણ કરવાથી કોઈપણ પ્રકારનું જોખમ નથી. પોસ્ટ ઓફિસની સેવાઓ પર આખું ભારત વર્ષોથી વિશ્વાસ મૂકે છે. સરકાર દ્વારા સમર્થિત હોવાથી, તેની બચત યોજનાઓ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. લાખો લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 👉તેવી જ રીતે, આજે અમે તમને અહીં પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. તમે આ સ્કીમમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો. તમે ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને આ સ્કીમમાં રોકાણ શરૂ કરી શકો છો. 👉દર 3 મહિને વ્યાજના પૈસા મળશે રિકરિંગ ડિપોઝિટ એ પોસ્ટ ઓફિસની નાની બચત યોજના છે. તમે તમારી અનુકૂળતા મુજબ ૧ વર્ષ, ૨ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારા રોકાણની રકમ સુરક્ષિત છે. આમાં રોકાણ કરેલી રકમ પર દર ૩ મહિને વ્યાજ મળે છે. દર ૩ મહિનાના અંતે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વ્યાજના નાણાં તમારા ખાતામાં જમા થાય છે. હાલમાં આ સ્કીમ પર ૫.૮ ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વ્યાજ દર ૧ એપ્રિલ, ૨૦૨૦થી લાગુ થશે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં તેની બચત યોજનાના વ્યાજ દરો નક્કી કરે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
2
1
અન્ય લેખો