AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મઘા ના મોઘા વરસાદ, જાણો મઘા નો મહિમા !
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મઘા ના મોઘા વરસાદ, જાણો મઘા નો મહિમા !
• વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબ જ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબ જ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે. ફાયદા: • આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. • આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. • મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી. • એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે. સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. • જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17 ઓગસ્ટે બપોરે 1:18 થી 30 ઓગસ્ટે રાત્રી ના 9:18 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસ ના સમય માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. • આ 14 દિવસ દરમિયાન અગાસી માં કે ખુલ્લા મેદાન માં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય. હવે આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ? • આખો ના કોઈ પણ રોગ માં આખો માં બે બે ટીપા નાખી શકાય. • પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. • જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે. આધ્યાત્મિક બાબતે મઘા ના પાણીનો ઉપયોગ શું ? • વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય • મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે. • શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે. આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે. • તો મિત્રો, આ 14 દિવસમાં જેટલો મઘાના વરસાદી પાણી સંગ્રહ કરી શક્ય તેટલો સંગ્રહ કરવો અને મઘા નો વરસાદ મોઘો છે જેને ચુકતા નહિ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
69
26