AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં આફ્લાટોક્ષીનની એક સમસ્યા !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં આફ્લાટોક્ષીનની એક સમસ્યા !
👉 આફ્લાટોક્ષીન નામના ઝેરી તત્વથી ભારતમાં થતી મગફળીની આંતરાષ્ટ્રીય બઝારમાં માંગ ઘટી રહી છે. 👉 આફ્લાટોક્ષીન નામનું ઝેર એસ્પરજીલસ નામની ફૂગથી ડોડવા અને દાણાંમાં ઉત્પન્ન થાય છે. જે મગફળી અને તેમાંથી બનતી બનાવટોની ગુણવત્તા બગડે છે. 👉 આ ઝેર મનુષ્યમાં કેન્સર, હેપેટાઇટ બી અને આનુંવશિક ફેરફારો જેવી બિમારી પેદા કરે છે. 👉 મગફળીમાં જો ૧૫ પીપીએમ કરતા વધારે આનું પ્રમાણ હોય તો નુકસાનકારક છે. આંતરાષ્ટ્રીય બઝારમાં તેના ઉપર કડક પ્રતિબંધો લગાડેલ છે. 👉 આફ્લાટોક્ષીન ઉત્ત્પન થવાના મુખ્ય કારણો પૈકી જૈવિક પરિબળો (ફૂગની હાજરી), વાતવરણિય પરિબળો (તાપમાન, પાકતી અવસ્થાએ ભેજ અને પાણીની ખેંચ, આંતરખેડ વખતે ડોડવાને નુકસાન, ડોડવા વધારે પરિપક્વ થવા, મગફળી ઉપાડ્યા પછી કરેલ પાથરા વખતે કમોશમી વરસાદ), સંગ્રહસ્થાનના પરિબળો (સંગ્રહ દરમ્યાન વધુ ભેજ, દાણાને ઇજા થવી, પીપનો પ્રકાર, સંગ્રહ સ્થાનમાં અપૂરતી હવાની અવર-જવર) વિગેરે કારણોને લીધે ફૂગનો વિકાસ થતા આ ઝેરનું પ્રમાણ વધતો હોય છે. 👉 જમીનમં કેલ્શીયમની ઉણપથી આ સમસ્યા વધતી હોય છે. જમીન ચકાસણી કરાવીને યોગ્ય પગલાં લો. 👉 જે વિસ્તારમાં આ સમસ્યા વધારે પડતી હોય તેવા વિસ્તારમાં મગફળીને વાવતા પહેલા ફૂગનાશક (થાયરમ કે મેન્કોઝેબ)ની બીની માવજત આપવી. 👉 વાવણી વખતે ઇજા પામેલ બી અને ફૂગની અસરવાળા બી દૂર કરી તંદુરસ્ત બિયારણ પસંદ કરવું. 👉 મોડી કરેલ વાવણીમાં આ સમસ્યા વધારે રહેતી હોવાથી સમયસર વાવણી કરવી. 👉 વાવતી વખતે ટ્રાયકોડર્મા (જૈવિક ફૂગ) ૨.૫ કિ.ગ્રા.ને ૩૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી ચાસમાં દરેડી પછી વાવણી કરવી. 👉 એક્મ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઇ રહે તે પ્રમાણે બીનો દર રાખવો. 👉 નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને નુકસાન ન થાય તે જોવું. 👉 પાકની અવધિ દરમ્યાન ઉધઇ કે સફેદ ઘૈણનો ઉપદ્રવ અટકાવો. 👉 ડોડવા બેસતી અવસ્થાએ પાણીની ખેંચ ટાળવી, નિયમિત પિયત આપો. 👉 અપરિપક્વ કે વધારે પડતી પરિપક્વ મગફળી ઉપાડો તો આની સમસ્યા વધે છે. 👉 મગફળી ઉપાડતા પહેલા ૨૦-૨૫ દિવસ પહેલા હલકું પિયત આપી કાપણી અવસ્થાએ ભેજ જાળવવો. 👉 ચિમળાયેલા, નુકસાન પામેલ અને ફૂગવાળા ડોડવા મગફળીના જથ્થામાંથી દૂર કરો. 👉 રોગીષ્ટ છોડની મગફળીના ડોડવા અલગ રાખો. 👉 જમીનજન્ય ફૂગથી થતા રોગો અને જમીનમાં રહી નુકસાન કરતી જીવાતો અને ઉંદરનું નિયંત્રણ કરતા રહો. 👉 ઉપાડતી વખતે વરસાદ ન પડે તે રીતે વાવણીનો સમય પસંદ કરો. 👉 સંગ્રહ માટે લઇ જવાથી મગફળીના ડોડવા ઉપર વધારે પડતી માટી ચોંટેલી ન રહે તેની કાળજી રાખો. 👉 સંગ્રહ કરતી વખતે ડોડવામાં ૮ % ભેજ રહે તે રીતે ઝડપી સૂંકવીને કોઠારમાં ભરો. 👉 સંગ્રહ દરમ્યાન ડોડવા કે દાણાને નુકસાન કરતી જીવાતો કે ફૂગને કાબૂંમાં રાખો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
11
અન્ય લેખો