AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભ્રમિત ન થશો, MSP અને સરકારી ખરીદીની વ્યવસ્થા ચાલું રહેશે: મોદી !
કૃષિ વાર્તાગુજરાત સમાચાર
ભ્રમિત ન થશો, MSP અને સરકારી ખરીદીની વ્યવસ્થા ચાલું રહેશે: મોદી !
• કૃષિ સુધારણા બિલને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી ખાતરી • વડા પ્રધાન એ કહ્યું છે કે- ' MSP (લધુત્તમ ટેકાના ભાવ) અને સરકારી ખરીદીની વ્યવસ્થા ચાલું રહેશે. 'ખેડુતોને વચેટિયાઓ અને તમામ અવરોધોથી મુકત કરીશું': આ બિલને ખેડુતો માટે ફાયદાકારક ગણાવતા વડા પ્રધાને કહ્યું કે - 'લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધારણા બીલો પસાર થવા એ દેશના ખેડુતો અને કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ બિલથી ખેડુતોને ખરેખર વચેટીયાઓ અને તમામ અવરોધોથી મુક્ત કરશે. આ કૃષિ સુધારણાથી, ખેડૂતોને તેમની કૃષિ ઉપજો વેચવાની નવી તકો મળશે, જેનાથી તેમનો નફો વધશે. આ સાથે જ, આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે, તથા અન્નદાતા વધું સશક્ત બનશે.
સંદર્ભ : ગુજરાત સમાચાર. કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
42
4
અન્ય લેખો