AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભૂલથી નિંદામણનાશક દવાનો પંપ વપરાઈ જાય તો પછી શું કરશો?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભૂલથી નિંદામણનાશક દવાનો પંપ વપરાઈ જાય તો પછી શું કરશો?
👉🏻નમસ્કાર ખેડૂતભાઈઓ ઘણી વખત ઉભા પાકમાં નિદામણનાશક દવાવાળો પંપ જો જંતુનાશક દવા છંટકાવ માટે ભૂલથી ઉપયોગ થઇ જાય તો ૨ થી ૩ દિવસમાં પાક પર તેની વિપરીત અસર શરુ થઇ જતી હોય છે જેમાં છોડના પાન લાંબા- ટૂંકા થવા એ મુખ્ય લક્ષણ છે. આવા સમયે વિપરીત અસરવાળા ટોચના પાન ડાળખી સહીત દાતરડાની મદદથી કાપી લેવાં. ત્યાર પછી યુરિયાનો ૨% નું દ્રાવણ (૩૦૦ ગ્રામ યુરીયા પ્રતિ એક પંપ- ૧૫ લી)નો છંટકાવ કરવો. જો જમીનમાં પુરતો ભેજ ન હોય તો હળવું પિયત આપી દેવું અને વરાપે ૫૦ કિ.ગ્રા. યુરીયા પ્રતિ એકર પ્રમાણે છોડની આજુબાજુ (૬ સે.મી.નાં ઘેરાવામાં) જમીનમાં આપવું. બીજા કોઈ જાત અખતરા કરવા નહિ અને ઉપરોક્ત પ્રમાણે માવજત કરી રાહ જોવી/ ધરપત રાખવી. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1
અન્ય લેખો