AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બહુ કામ નો છે આ નંબર, ફટાફટ કરી લો સેવ !
સમાચારસંદેશ
બહુ કામ નો છે આ નંબર, ફટાફટ કરી લો સેવ !
જો તમને આધારકાર્ડ સાથે જોડાયેલી કોઇ સમસ્યા નડી રહી હોય તો હવે ચપટી વગાડતા જ તમારી સમસ્યા દૂર થઇ જશે. એક ફોન કરશો અને તમારી સમસ્યા ગઈ સમજો. UIDAI એ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ હેલ્પલાઇન નંબર 1947 છે. આ નંબરને યાદ રાખવો ખુબ જ સરળ છે. કેમકે તે એ વર્ષ છે જયારે આપણો દેશ આઝાદ થયો હતો. 1947 નંબર ફ્રી છે તેના પર તમે ચોવીસ કલાક આઇવીઆરએસ મોડ પર કોલ કરી શકો છો. આ હેલ્પલાઇન નંબર લોકોના આધાર નામાંકન કેન્દ્ર, નામાંકન કરવા અને આધાર નંબર સહિતની તમામ જાણકારીઓ પ્રાપ્ત કરી શકો છો. જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ ગયું છે તો આ સુવિધાની મદદથી જાણકારી મેળવી શકશો. UIDAI એ માહિતી આપતા કહ્યું કે આધાર હેલ્પલાઈન 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. કોલ કરો 1947 આ સુવિધા આઇવીઆરએસ દ્વારા 24*7 ઉપલબ્ધ કરાવી શકાય છે. એજન્ટ સાથે વાત કરવા માટે : સોમવારથી શનિવાર સવારે 7 થી 11 વાગ્યા સુધી અને રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી આ સેવાનો ફાયદો ઉઠાવી શકો છો. સુવિધા 12 ભાષાઓમાં મળશે આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા UIDAI એ એક 1947 હેલ્પલાઇન નંબર આપ્યો છે. તમારી સમસ્યાઓ જણાવવા કોલ કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂનો સમાવેશ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
26
10