AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા બાફવા કે તળવા? જાણો બટાકા પકવવાની કઈ પદ્ધતિ છે યોગ્ય !
સ્વાસ્થ્ય સલાહન્યૂઝ18 ગુજરાતી
બટાકા બાફવા કે તળવા? જાણો બટાકા પકવવાની કઈ પદ્ધતિ છે યોગ્ય !
બટાકા મોટાભાગના લોકોને ભાવે છે. વિશ્વમાં સૌથી વધુ ઉગાડવામાં આવતા શાકમાં બટાકાનો સમાવેશ થાય છે. બટાકામાં ઘણાં પ્રકારના પોષકતત્ત્વો મળે છે. જેથી તે ખોરાકમાં મહત્વના છે. જોકે, સ્વાસ્થ્ય ક્ષેત્રના તજજ્ઞો બટાકાથી ઉભા થતા જોખમ તરફ પણ આંગળી ચીંધે છે. બટાકામાં ભૂખ ઠારવાના ગુણ હોય છે. બટાકા માનવ શરીરની જરૂરિયાતને પૂરી કરે છે. અલબત, હૃદયરોગ અને સ્થૂળતા સહિતની અન્ય બીમારીઓમાં બટાકાની ભૂમિકા પર શંકા છે. બટાકાથી કેટલા લાભ થશે અને કેટલા ગેરલાભ તે બટાકા પકવવાની રીત પર નિર્ભર કરે છે, તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. બટાકાને પકવવાની રીત તેમાં કેલેરીનો ઉમેરો કરે છે. તળેલા બટાકામાં કેલેરી વધુ હોય છે, જ્યારે શેકેલા બટાકા ખાવામાં વધુ ફાયદાકારક રહે છે. શેકેલા બટાકાના ફાયદા 👉 બટાકાને શેકવા માટે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરાગત ગેસ હોય કે ઈલેક્ટ્રોનિક ઓવન, કેલેરી વધી જાય તેવી તેલ જેવી કોઈ વસ્તુનો ઉપયોગ બટાકા શેકતી વખતે કરવામાં આવતો નથી. તેથી શેકેલા બટાકા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. બટાકામાં વનસ્પતિ સ્ટાર્ચ હોય છે. ઉપરાંત પોષકતત્વો પણ મોટા પ્રમાણમાં હોય છે. પ્રોટીન: 👉 બટાકામાં એમિનો એસિડથી ભરપૂર પ્રોટીનનું પ્રમાણ ઘણું હોય છે. ખનીજ: 👉 બટાકામાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ સંતુલિત હોય છે. તેમાં કેળા કરતા પણ વધુ પોટેશિયમ હોય છે. ફાઇબર: 👉 શેકેલા બટાકામાં ફાયબર મળે છે. જે અંતરડા માટે સારું છે. કેલ્શિયમ: 👉 બટાકાની છાલમાં મિનરલ અને કેલ્શિયમ હોય છે. કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું: 👉 બટાકાની ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. આ ઉપરાંત ચરબી રહિત પોષક તત્વો મેળવવા માટે આખા વિશ્વમાં બટેટા વપરાય છે. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક: 👉 બટાકાના કારણે લોહીમાં શર્કરા તરફ ખૂબ ઝડપથી વધે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને બટાકાથી દૂર રહેવું જોઈએ. નિષ્ણાતો ફ્રેન્ચ ફ્રાઈસ ન ખાવાની ભલામણ કરે છે, કારણ કે પેનમાં તળ્યા પછી ચરબીના પદાર્થ બચવું મુશ્કેલ છે. અલબત્ત, તળીને અથવા બાફીને બટાકા ખાઈ શકાય છે. 👉 વધુ એક યોજનાની માહિતી જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210522_GJ_ARTICLE_12PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ન્યુઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
5