AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બજારમાં આ પાકની આવક વધી, જુઓ બજારના સમાચાર !
માર્કેટ સમાચાર વ્યાપાર સમાચાર
બજારમાં આ પાકની આવક વધી, જુઓ બજારના સમાચાર !
✔️જીરું અને વરિયાળીના ડબ્બા ટ્રાડિંગમાં રૂ.125 કરોડનું નુકસાન' ✔️દિવાળી આવતા ખેડૂતોએ પોતાના માલ કાઢવાનુ શરૂ કરી દેતા ઉંઝામાં જીરાની આવકમાં વધારો થયો છે. જોકે ભાવમાં યથાવત રહ્યા છે. એકંદરે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યુ છે. જ્યારે તલમાં નવા માલની આશરે છ હજાર બોરીની આવકો થઇ રહી છે અને બાકીની કોમોડિટીઓ સ્થિર છે.' ✔️વિતેલા સપ્તાહે ઊંઝા ખાતે જીરાની આવક વધીને આશરે નવ હજાર બોરીની થઇ ગઇ છે. જો કે તેની સામે છ હજાર બોરીના જ વેપાર થાય છે.' ✔️જીરામાં હલકા માલના રૂ. 2400, સેંગાપુર ક્વોલિટીના રૂ. 2550, યુરોપ ક્વોલિટીના રૂ. 2600 અને બેસ્ટ માલના રૂ. 2700 રહ્યા હતા. ઘરાકી ઓછી છે.'' ✔️વરિયાળીમાં આશરે 1500 બોરીના વેપાર રહ્યા હતા. સ્ટોકિસ્ટો જ પોતાનો માલ ખાલી કરી રહ્યા છે. ચાલુ રૂ. 1450, મીડિયમના રૂ. 1550 અને બેસ્ટ કલર માલના રૂ. 1700થી 2100 સુધીના છે. આબુરોડના રૂ. 3000થી 3500 સુધીના ભાવ ચાલી રહ્યા છે.'' ✔️ઇસબગૂલમાં સાતસોથી આઠસો બોરીની રાજસ્થાનની આવકો છે. અઢીથી ત્રણ હજાર બોરીના વેપાર છે. ભાવ રૂ. 2600થી 2700 છે. ઇસબૂગલમાં ઔદ્યોગિક તેમજ નિકાસકારોની લેવાલી અનુભવાઇ રહી છે.'' ✔️તલમાં નવા માલની છ હજાર બોરીની આવકો શરૂ થઇ ગઇ છે. હલકા માલના રૂ. 1700થી 1800, સારા માલના રૂ. 2000થી 2100 સુધીના છે. રાયડામાં પુરવઠાના અભાવે હજુ પણ રૂ. 1400થી 1450થી ઊંચુ મથાળુ જળવાયેલુ છે. દરમિયાનમાં સિઝનથી અત્યાર સુધીમાં જીરુ અને ✔️વરિયાળીના ડબ્બા ટ્રેડીંગમાં ડઝનેક જેટલી પેઢીઓ કાચી પડતા આશરે રૂ. 125 કરકોડનું નુકસાન છે. તેની અસરરૂપે પણ બજારમાં કામકાજમાં ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
9
અન્ય લેખો