AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફસલ વીમા યોજનાનો ઉઠાવો લાભ
સમાચારએગ્રોસ્ટાર
ફસલ વીમા યોજનાનો ઉઠાવો લાભ
👉આ દિવસોમાં દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને સૌથી વધુ દેશના ખેડૂતોને પ્રભાવિત કર્યા છે. જો તમે પણ વરસાદ પછી પાકના નુકસાનનો સામનો કરી રહ્યા છો અથવા વાવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો ગભરાવાની જરૂર નથી. ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ તમને દરેક પરિસ્થિતિમાં મદદ કરશે અને તમને નુકસાનના બદલામાં વળતર મળી શકે છે. 👉દેશમાં અગાઉ પણ પાક વીમા યોજનાઓ હતી, પરંતુ મોદી સરકારે ખરીફ 2016થી દેશમાં નવી ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાગુ કરી છે. જેમાં ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે અનેક વિશિષ્ટ સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ત્યારે વર્તમાન કમોસમી વરસાદની સ્થિતિમાં પણ તમને તેનો લાભ મળી શકે છે. કમોસમી વરસાદમાં તમને ‘પાક વીમા’નો લાભ કેવી રીતે મળશે? 1-પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં, ખેડૂતો કુદરતી આફતને કારણે વાવણી કરી શકતા ન હોય તો તેમને વળતર મળે છે. આવી સ્થિતિમાં, જો કમોસમી વરસાદને કારણે તમારા ખેતરમાં વાવણી થઈ નથી, તો તમે વળતરના હકદાર હશો. 2-આ વીમા યોજનામાં કરા, પાણી ભરાવા અને લેન્ડ સ્લાઇડ જેવી પરિસ્થિતિઓમાં પણ વળતર આપે છે. વીમા યોજના હેઠળ આ તમામ પ્રકારની ઘટનાઓને સ્થાનિક આફતો તરીકે ધ્યાનમાં લઈને વળતર નક્કી કરવામાં આવે છે. 3-બીજી તરફ, જો તમે પાકને કાપીને સૂકવવા માટે ખેતરમાં રાખ્યો હોય. ત્યારબાદ લણણીના 14 દિવસ સુધી વરસાદ કે અન્ય કોઈ આફતના કારણે પાક નાશ પામે તો તમને વળતર મળશે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
13
0
અન્ય લેખો