AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
પ્લગ નર્સરીથી ખેતી કરો, સરકાર પણ કરે છે મદદ!
🌱 ગુજરાતના ઘણા ખેડૂતો આજે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરતા થયા છે. જેમાંની એક પ્લગ નર્સરી છે. 🌱 પ્લગ નર્સરી એટલે ઓછો બિયારણ ખર્ચ, તંદુરસ્ત અને રોગમુક્ત પાક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત એકસમાન છોડ, ફેરરોપણી બાદ ઝડપી વિકાસ, જગ્યાનો બચાવ, નિંદામણથી મુક્તિ, માનવબળનો બચાવ અને આધુનિક તકનીક. 🌱 કેવી રીતે કરવામાં આવે છે પ્લગ નર્સરી: પ્લગ નર્સરી પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેમાં છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી અને ખેતરની માટીનું સપ્રમાણ મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે. - આર્થિક ઉપાર્જન માટે અને રોજગારલક્ષી નર્સરી એકમ સ્થાપવામાં આવ્યો હોય તો આ સામગ્રીઓને ઓટોમેટિક મિશ્ર કરીને ટ્રેમાં ભરી શકાય તેવા ઓટોમેટિક રોટરી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે 🌱 પ્લગ નર્સરીના ફાયદા: 1) બિયારણનો બચાવ થાય, 2) ધરૂની જીવંત રહેવાની ક્ષમતા, 3) એક સમાન છોડ, 4) જગ્યાનો બચાવ, 5) ફેર રોપણી બાદ ઝડપથી વિકાસ, 6) નિંદામણ મુક્ત ધરૂ, 7) માનવ બળનો બચાવ. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
5
અન્ય લેખો