AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વર્તાzee news
પીએમ કિસાન FPO યોજના- ખેડુતોને મળશે 15 લાખની સહાય!
કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોના આવક વધારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. નવુ કૃષિ બિલ લાવ્યા બાદ કૃષિને મોટા બિઝનેસનું રૂપ આપવા માટે સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 15 લાખ રૂપિયા આપશે. કેવી રીતે મળશે 15 લાખ સરકારે પીએમ કિસાન એફપીઓ સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ અંતર્ગત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. આ સ્કીમનો લાભ લેવા માટે 11 ખેડૂતોને મળીને એક ઓર્ગેનાઇઝેશન અથવા કંપની બનાવવી પડશે. તેનાથી ખેડૂતોને કૃષિ સાથે સંબંધિત ઉપકરણ અથવા ફર્ટિલાઇઝર, બીજ અથવા દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે. હેતુ સરકાર સતત એવા પ્રયાસમાં છે કે ખેડૂતોને ડાયરેક્ટ લાભ મળે. આ સ્કીમની શરૂઆત ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને કોઇ દલાલ પાસે કે વચેટિયા પાસે જવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે. તેના માટે વર્ષ 2024 સુધી 6885 કરોડ રૂપિયા સરકાર તરફથી ખર્ચ કરવામાં આવશે. આ રીતે કરો અરજી: સરકારે હજુ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ નથી કરી. જેવી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ જાય છે, તમે પણ અરજી કરી શકો છો. સરકાર અનુસાર, જલ્દી જ તેના માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
5