AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી કે બિઝનેસ કર્યા વિના જ આ 4 સરળ રીતથી કમાવો લાખો રૂપિયા !
બિઝનેસ ફંડાVTV ન્યૂઝ
નોકરી કે બિઝનેસ કર્યા વિના જ આ 4 સરળ રીતથી કમાવો લાખો રૂપિયા !
👉 પૈસા કમાવા માટે હવે નોકરી કે બિઝનેસ કરવાની જરૂર નથી 👉 આ 4 સરળ રીતથી કમાવો રૂપિયા 👉 બધાં માટે બેસ્ટ છે આ રીત 👉 સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં કરો રોકાણ 👉 શેર, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ તમને લાંબા ગાળે આર્થિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે તેમને વેચ્યા વિના થોડાં પૈસા મેળવી શકો છો? હા, તે શક્ય છે. મોટાભાગની બેંકો રિટેલ ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક અને બોન્ડ લોન અને ઇક્વિટી સ્કીમ્સમાં પોતાનો હિસ્સો ગિરવે મુકીને તરત જ 1 કરોડ સુધીની લોન મેળવવાની મંજૂરી આપે છે. એનબીએફસી 20 કરોડ રૂપિયા આપી શકે છે. લઘુત્તમ લોનની રકમ 50,000 રૂપિયાથી શરૂ થાય છે. ગિરવે સુરક્ષા માટે લોનની રકમ 50-80% ની વચ્ચે હોઇ શકે છે. જગ્યા ભાડે આપીને કરો કમાણી 👉 ઇ-કોમર્સ કંપનીઓ માટે પોતાના ઘરની જગ્યા ભાડે આપીને પૈસા કમાઇ શકો છો. આ દિવસોમાં ઘણી ઇ-કોમર્સ કંપનીઓ સ્થાનિક ઉદ્યમીઓ માટે આવી યોજનાઓ લાવતી રહે છે, જેમાં તમે તમારા મકાનને ભાડેથી આપીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. એક વિશિષ્ટ સ્ટોરનો આકાર 250 ચોરસ ફીટ અથવા તેનાથી ઓછો હોઇ શકે છે. જો તમારા ઘરમાં એટલી જગ્યા છે, તો પછી તમે પણ પૈસા કમાઇ શકો છો. સ્થાનિક માલિકોએ ગ્રાહકોને 2 થી 4 કિલોમીટરમાં પ્રોડક્ટ પહોંચાડવા અને દરરોજ 20 થી 30 પેકેજીસ પહોંચાડવા જરરી છે. આ તમને ડિલિવરી આધારિત ચાર્જને કારણે દર મહિને 18,000-20,000 રૂપિયા કમાવવામાં મદદ કરી શકે છે. કારનો ઉપયોગ કરો 👉 જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તમે તમારી કાર વેચ્યા વિના પૈસા કમાઇ શકો છો. મુશ્કેલ પરિસ્થિતિમાં કાર જેવી સંપત્તિનો ઉપયોગ પૈસા એકઠા કરવા માટે કરી શકાય છે. તમે કારના બદલે લોન લઈને તમારી આર્થિક જરૂરિયાત પૂરી કરી શકો છો. તે સામાન્ય રીતે 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. શીર્ષ બેંકો કારના મૂળ મૂલ્યના 50 ટકા જેટલી રકમ લોન તરીકે પ્રદાન કરે છે. તેમાં સામાન્ય રીતે ન્યૂનતમ દસ્તાવેજો સામેલ હોય છે અને તે સરળતાથી મળી જાય છે. જીવન વીમાનો કરો ઉપયોગ 👉 સસ્તી લોન મેળવવા માટે તમારા પીપીએફ, જીવન વીમા પોલિસીનો ઉપયોગ કરો. પીપીએફ ખાતું ખોલ્યા પછી તમે ત્રીજા વર્ષથી અને છઠ્ઠા વર્ષ સુધી લોન મેળવી શકો છો. જીવન વીમા પોલિસી લોનના મામલે એક વીમા કંપની દ્વારા તે વ્યક્તિની જીવન વીમા પોલીસીના રોકડ મૂલ્યનો ઉપયોગ કોલેટરલ દ્વારા પોલિસી લોન જારી કરવામાં આવે છે. જો તમારી પોલિસીનું રોકડ મૂલ્ય પૂરતું છે, તો પછી ફંડિંગ 1થી 5 કરોડ સુધી થઈ શકે છે. સામાન્ય રીતે પોલિસીધારકોને પોલિસીના આત્મસમર્પણ મૂલ્યના 80-90 ટકા જેટલી લોન મળી શકે છે. આ લોન ઓછામાં ઓછા વિલંબ સાથે 3-5 દિવસ માટે મેળવી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
4