AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નાના કપાસના છોડવામાં લીલા તડતડિયા માટે કઇ દવા છાંટશો?
જો ચોમાસામાં વરસાદ ખેંચાશે તો આ જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. નિયંત્રણ કરવામાં મોડા પડાય તો છોડવાના પાન કોડિયા જેવા થવા લાગશે. ઉપદ્રવની શરુઆતમાં કોઇ પણ લીમડા આધારિત દવા ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. કપાસના છોડવા સાવ નાના હોય તો વધારે ભારે દવા ઉપર ન જતા કોઇ બાયોપેસટીસાઇડ જેવી કે વર્ટીસીલિયમ લેકાની, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4
અન્ય લેખો