AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધોરણ ૧૦ પછી સરકારી નોકરી ની ઉતમ તક !!
નોકરી અને શિક્ષણએગ્રોસ્ટાર
ધોરણ ૧૦ પછી સરકારી નોકરી ની ઉતમ તક !!
👉સરકારી નોકરી કરવી હોય તો તમારા માટે ખાસ સમાચાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ૧૨૦ પદોની ભરતી બહાર પાડી ૧૦ ધોરણ પાસ ઉમેદવારો આ અરજી માટે ફોર્મ ભરી શકશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ ૧૨૦ પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના માટે ૧૦મું પાસ ઉમેદવારો ૯ સપ્ટેમ્બર સુધી એચએએલની સત્તાવાર વેબસાઇટ hal-india.co.in જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. 👉યોગ્યતા :- ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ૬૦% ગુણ સાથે ધોરણ ૧૦ માં પાસ કરેલા હોવા જોઈએ. 👉વય મર્યાદા :- ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઉમેદવારોની વયમર્યાદા ૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ ૧૫ થી ૧૮ વર્ષની વચ્ચે હોવી જોઈએ. 👉પસંદગી પ્રક્રિયા :- ઉમેદવારોની પસંદગી ૧૨૦ પોસ્ટ્સ માટે દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. આથી સપ્ટેમ્બર મહિનામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. જો જરૂર પડે, તો ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુના આધારે કરી શકાય છે. 👉કેવી રીતે કરશો અરજી :- -ઉમેદવારોએ પહેલા www.apprenticeshipindia.org પર પોતાને નોંધણી કરાવવી પડશે અને ત્યાં ઉનીક નંબર મળશે - હવે www.hal-india.co .in HALની વેબસાઈટ પર જઈને 'કરિયર્સ' સેક્શન પર ક્લિક કરો. - આ પછી, ભરતી સંબંધિત લિંકની સામે ક્લિક કરો અને પછી ગૂગલ ફોર્મની લિંક પર ક્લિક કરો. - હવે માંગેલી માહિતી દાખલ કર્યા પછી, દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. - ઉમેદવારોએ બધી માહિતી દાખલ કર્યા પછી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું. - હવે તમારા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
4