AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
દીકરીના લગ્ન-ભણતર માટે સરકારની બે મોટી યોજના !
આ બંને સ્કીમો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સરકારની આ બંને સ્કીમમાં કરો રોકાણ મળશે સારું રિટર્ન પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો 👩 પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજના. બંને સ્કીમ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સાથે બંને સ્કીમ માર્કેટના જોખમથી દૂર છે. મોટાભાગના લોકો દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે બંને સ્કીમમાં રોકાણ કરી શકે છે. પરંતુ ઘણી વખત રોકાણકાર માત્ર એક જ સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છે છે. એવામાં મૂંઝવણ અનુભવાય છે કે બંનેમાંથી સારી સ્કીમ કઈ છે. તો ચાલો અમે તમને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધી યોજનાની વચ્ચેના અંતર અંગે જણાવીએ. 👩 પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમનો લૉક ઈન પીરિયડ 5 વર્ષનો છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. આ યોજનામાં એક નાણાંકીય વર્ષમાં તમને ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરવાની તક મળશે. પીપીએફમાં તમને વાર્ષિક વ્યાજ દર લગભગ 7.1 ટકા મળે છે. જો તમને અચાનક રૂપિયાની જરૂર પડી તો તમે 5 વર્ષ બાદ કુલ જમા રકમના 50 ટકા રૂપિયા નિકાળી શકો છો. આ યોજનામાં તમે પુત્ર અને પુત્રી બંને માટે રોકાણ કરી શકો છો. 👩 સુકન્યા સમૃદ્ધી યોજનાને સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે લોન્ચ કરી છે. આ યોજનામાં રોકાણકારને 7.6 ટકા વાર્ષિક વ્યાજ દર મળે છે. આ યોજનામાં તમારે એક વર્ષની અંદર ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. તો વધુમાં વધુ તમે આ સ્કીમ હેઠળ 1.5 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ બાળકીના 0 થી લઇને 10 વર્ષ સુધી થાય ત્યાં સુધી ખાતુ ખોલાવી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
14
4
અન્ય લેખો