AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દરરોજ કરો ₹200 ની બચતને 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી !
યોજના અને સબસીડીZee News
દરરોજ કરો ₹200 ની બચતને 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી !
સરકારની ઘણી એવી સ્કીમ્સ છે જેમાં તમે દરરોજ સામાન્ય પૈસાની બચત કરી મોટી રકમ બનાવી શકો છો. આવી એક સ્કીમ છે નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ. આ સ્કીમમાં 200 રૂપિયાની બચત કરીએ તો 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી છે. ઓછામાં ઓછા 1 હજારનું રોકાણઃ તમે એક વર્ષથી 5 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું રોકાણ કરવુ જરૂરી હોય છે. તો વધુમાં વધુ રકમ નક્કી નથી. કહેવાનો અર્થ છે કે તમે જેટલી ઈચ્છો એટલી રકમ ડિપોઝિટ કરી શકો છો. આ સ્કીમ બેઠળ વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે, પરંતુ તેની ગણના ત્રણ મહિનાના આધાર પર કરવામાં આવે છે. કઈ રીતે બનશે 5 લાખ રૂપિયાઃ દરરોજ 200 રૂપિયાની બચત કરો છો તો મહિનાના આધાર પર નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં 6 હજાર રૂપિયાનું રોકાણ કરવા સક્ષમ હશો. આ રોકાણ પર 5 વર્ષમાં તમારી ડિપોઝિટ 3 લાખ 60 હજાર રૂપિયા થઈ જશે. કારણ કે આ સ્કીમમાં 5 વર્ષ માટે વાર્ષિક વ્યાજદર 6.70 ટકા નક્કી કરવામાં આવ્યો છે તો તમારી ડિપોઝિટ પર વ્યાજ 1 લાખ 42 હજાર રૂપિયાની નજીક હશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
1
અન્ય લેખો