AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલ-બાજરામાં સારા વૃદ્ધિ વિકાસ માટે ક્યાં ખાતરો આપવા?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલ-બાજરામાં સારા વૃદ્ધિ વિકાસ માટે ક્યાં ખાતરો આપવા?
👉ખેડૂતભાઈઓ ઉનાળુ બાજરી અને તલના પાકનું વાવેતર સારું કરી દીધું છે તથા હજુ થઇ રહ્યું છે. તો આજે આપણે યોગ્ય ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીશું. કોઈ પણ પાકમાં તેનું ખાતર વ્યવસ્થાપન સારું હોવું ખુબ જરૂરી છે.જેથી શરૂઆતથી સારો છોડનો વિકાસ અને સારું ઉત્પાદન મળી શકે. 👉સૌ પ્રથમ બાજરીના પાક માટે ખેતર તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે સેન્દ્રીય ખાતર @ ૪ થી ૫ ટન, લીંબોળીનો ખોળ@૧૨૦ કિલો, DAP @ ૩૫ કિલો, યુરિયા @ ૨૦ કિલો , પોટાશ @૨૫ કિલો, ભૂમિકા @ ૪ કિલો પ્રતિ એકર મુજબ આપવું. 👉વાવણી પછી ૩૦ દિવસે કયા ખાતર આપવા જોઈએ? -બાજરીના વાવેતરના ૨૫-૩૦ દિવસે પુર્તીખાતર તરીકે અમોનિયમ સલ્ફેટ @ ૨૫ કિલો તેમજ સુક્ષ્મ પોષકતત્વો મળી રહે તે માટે ગ્રેડ-૪ @ ૫૦૦ ગ્રામ પ્રતિ એકર મુજબ આપવું, જેનાથી બાજરીનો સારો વિકાસ જોવા મળશે. 👉તલના પાક માટે સૌપ્રથમ ૫- ૭ ટન સારું કોહવાયેલું સેન્દ્રિય ખાતર વાવેતર પહેલા પ્રતિ એકર પ્રમાણે જમીન તૈયાર કરતી વખતે આપવું. ત્યાર બાદ ૫૦ કિલો DAP પ્રતિ એકર પ્રમાણે વાવેતર પહેલા ચાસ માં આપવું. DAP ખાતર તલના પાકનો છોડ જયારે નાનો હોય ત્યારે તેના મૂળને મજબુત કરે છે અને જયારે પાક ફૂલ અવસ્થા હોય ત્યારે સારા અને વધારે સંખ્યા માં ફૂલો આવે તે માટે મદદ કરે છે. સાથે MOP @ ૫૦ કિલો / એકર પ્રમાણે આપવું જેનથી છોડની પ્રતિકાર શક્તિમાં વધારો થાય ને સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મળે છે. સાથે ૪ કિલો ભૂમિકા પ્રતિ એકર આપવું.જેથી છોડ નો શરૂઆતથી જ સારો વિકાસ અને છોડ સારી ફૂટ પકડી શકે. અને સાથે ૩ કિલો સલ્ફર પ્રતિ એકર પ્રમાણે આપવું.કારણ જે તેલીબિયાં પાકોમાં સલ્ફર ખુબ મદદરૂપ બને છે. જેનાથી શરૂઆત થી છોડ લીલો રહે છે વિકાસ ઝડપથી થાય અને દાણામાં તેલની ટકાવારી સારી રહે છે. 👉વાવણી પછી ૩૦ દિવસે કયા ખાતર આપવા જોઈએ? -જયારે પાક ૩૦ દિવસનો થાય ત્યારે ૨૫ કિલો અમોનિયમ સલ્ફેટ પ્રતિ એકર પ્રમાણે આપવું. જેથી છોડ જુસ્સાદાર વિકાસ અને ફૂલો બેસવા માટે જરૂરિયાત પુરતો ખોરાક મળી રહે. 👉બીજો હપ્તો ૪૫ દિવસે :- -હવે જયારે પાકની ફૂલ અવસ્થા ચાલુ થાય ત્યારે છોડ ને સારા બૈઢા બેસે તે માટે ૨૫ કિલો અમોનિયમ સલ્ફેટ પ્રતિ એકર પ્રમાણે આપવું. -જેથી ફૂલમાંથી બૈઢા બેસવામાં સારું રહે અને તેમાં દાણા પણ સારા ભરાવદાર બેસે અને છેલ્લે સુધી છોડ લીલો તંદુરસ્ત અને સારું ઉત્પાદન મળી શકે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
16
2
અન્ય લેખો