AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચમાં કરો જીવાતનું અસરકારક નિયંત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચમાં કરો જીવાતનું અસરકારક નિયંત્રણ.
🍉આજે આપણેજોઈશું તરબૂચના પાકની મુખ્ય જીવાતોમાં પાન કોરીયું અને ફળમાખી વિશે.જ્યારે કેટલીકવાર લાલ અને વિવધ રંગના મરિયા, સફેદમાખી અને થ્રીપ્સ પણ જોવા મળે. 🍉વ્યવસ્થાપન:-  ફળમાખીથી નુકસાન પામેલ ફળ ને વાડીમાંથી દૂર કરવા.  વાડીની ચોખ્ખાઈ રાખવી, વાડીની ચારે બાજુ મકાઇની એક-બે હરોળ વાવવી અને તેના ઉપર દવાનો છંટકાવ કરતા રહેવું  પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૪૫૦ ગ્રામ ગોળને ૧૦ લિટર પાણીમાં ઓગાળી તેને ૨૪ કલાક મૂંકી રાખવું. ત્યારબાદ તેમાં મેલાથીઓન ૫૦ ઇસી દવા ૧૦ મિલિ ઉમેરી ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડીએ એક વાર મોટા ફોરે વેલા પર પડે તેમ છાંટવી.  ફળમાખીના નરને આકર્ષીને મારી નાખવા માટે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે “ક્યુ લ્યુર” યુક્ત “ફળમાખી પિંજર” એકરે ૮-૧૦ની સંખ્યામાં પાકથી આશરે એક મીટર જેટલી ઉંચાઈએ લટકાવવા.  વધું પડતા નાયટ્રોજનયુક્ત ખાતરના વપરાશથી આ જીવાતનો ઉપદ્રવ વધે છે.  પાન કોરિયા માટે પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ હજારી ગોટાના છોડ રોપવા.  ખેતરની આજુબાજુ અડાઉ દિવેલાના છોડ હોય તો કાઢી નાખવા.  પાન કોરિયા માટે પીળા ચીકણા (યલો સ્ટીકી) ટ્રેપ્સ ખેતરમાં ગોઠવવા.  વિષ પ્રલોભિકા (ગોળ ૫૦૦ ગ્રામ + મેલાથીઓન ૫૦ ઇસી દવા ૧૦ મિલિ + શેરડીનો રસ/ વિનેગાર ૨૦ મિલિ + પાણી ૧૦ લી) બનાવી અવારનવાર છંટકાવ કરતા રહેવાથી પાન કોરીયાની વસ્તી વધતી અટકે છે.  ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો.  પાનકોરિયાનો ઉપદ્રવ વધતો જણાય તો સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે વાવણી પછી ૪૦ દિવસે કરવો અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસે કરવો. દવાના રહી જતા અવશેષોને ધ્યાને લઇ છેલ્લા છંટકાવ અને ઉતાર વચ્ચે ઓછામાં ઓછો ૫ દિવસનો ગાળો રાખવો.  સફેદ માખી અને થ્રીપ્સ જોવા મળે તો ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી દવા ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
14
4
અન્ય લેખો