AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ૧૦૦ % ડ્રીપ પદ્ધતિ અને મલ્ચીંગ પદ્ધતિથી થાય છે ખારેક !
સલાહકાર લેખGSTV
૧૦૦ % ડ્રીપ પદ્ધતિ અને મલ્ચીંગ પદ્ધતિથી થાય છે ખારેક !
🌴ગુજરાતને મળ્યું છે આ સન્માન ૧૦૦ % ડ્રીપ પદ્ધતિ અને મલ્ચીંગ પધ્ધતિથી થાય છે ખારેક ! ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પદ્ધતિ ભારતે પણ અપનાવી છે. વિશેષ ગુજરાતમાં જોઇએ કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહયા છે. આવા જ એક પ્રયત્નનો શુભારંભ ૨૦૧૮માં કચ્છના કુકમા ખાતે ભારત અને ઈઝરાયેલ સરકારના સંયુકત પ્રોજેકટ ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો પ્રારંભ રાજય સરકારના બાગાયત ખાતા અંતર્ગત કરવામાં આવ્યો હતો. જ્યાં પાણીની બચત સાથે ખારેકનો સફળ પાક લેવાઈ રહ્યો છે. ખારેકનો પ્રથમ પાક તૈયાર થયો છે. ✨બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં ✨વડાપ્રધાન અને બેન્જામીન નેતાનયાહુ દ્વારા પ્રારંભ કરાયેલા કેન્દ્રમાં 3478 ખેડૂતો તાલીમ પામ્યા ✨2.25 હેકટરમાં 262 છોડમાંથી અંદાજે 6 હજાર કિલો ખારેક ઉત્પાદનનો અંદાજ સેન્ટર ઓફ એકસલનસ ફોર ડેટ પામ ✨ સેન્ટર ઓફ એકસલનસ ફોર ડેટ પામ એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર એ રાજયના ખેડૂતોને ખેતી વિષયક હાઇટેક નોલેજ, ઉત્પાદન ક્ષમતા વધારવાની પધૃધતિ અને ફાર્મ શિબિર અને વર્કશોપ દ્વારા તાલીમબધ કરી ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ કેન્દ્ર પણ છે. ઈન્ડો ઈઝરાયેલ પ્રોજેકટ હેઠળ સ્થાપેલા આ કેન્દ્રમાં ૬ હેકટરમાં બરહી ખારેક સાથે વિવિધ બાગાયતી પાક જેવાં કે અંજીર, ડ્રેગન, દાડમ, કાજુ, કેસરના છોડ પણ તૈયાર થઇ રહયા છે. ✨ રાજયના ખેડૂતોને ઈઝરાયેલી બરહી ખારેકની જાળવણી, લણણી, પરાગ નયન, કાપણી અને પછીનું વ્યવસૃથાપન અંગે નિષ્ણાંતો દ્વારા કુલ ૩૪૭૮ ખેડૂત પુરૃષ અને મહિલાઓ તાલીમ પામ્યા છે. ✨ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન હેઠળ અહીં નર અને માદા ખારેક છોડના પરાગનયન પણ શીખવાડવામાં આવે છે. બી, પીંલા અને ટીસ્યુકલ્ચરથી ખારેક ઉછેર થાય છે જેમાં હાલે ખેડૂતો ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર વધુ અપનાવી રહયા છે. ર.૩૭૫૦ના એક છોડ પૈકી રાજય સરકાર ર.૧૨૫૦ની સહાય આપે છે. હાલે બે બજાર હેકટરમાં કચ્છમાં બરહી ખારેકનું વાવેતર છે. પ્લાસ્ટિક મલ્ચીંગથી નવા છોડમાં મુળિયાના પોષકતત્વો જળવાય છે તેમજ ઓઇલ નેટવર્કથી ખાતર પાણી અને વીજળી બચાવ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
9
2
અન્ય લેખો