AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીના પાકમાં બાફીયાના રોગની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળીના પાકમાં બાફીયાના રોગની સમસ્યા !!
🧅નમસ્કાર ખેડૂતમિત્રો હાલના વાતાવરણ મુજબ ડુંગળીના પાકમાં બાફીયાની સમસ્યા જોવા મળી રહી છે.તો જાણીએ રોગની ઓળખ અને નુકશાન વિશે. 🧅જયારે દિવસે ગરમી અને રાત્રીનું તાપમાન જો ઠંડુ હોય અને વધારે પડતા વરસાદી વાતાવરણ હોય ત્યારે આ રોગ ખૂબજ ઝડપથી ફેલાય છે. ડુંગળીમાં બાફીયો ફેલાવાનું મુખ્ય કારણ વારંવાર એક ને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી આ રોગ નું પ્રમાણ વધારે જોવા મળે છે. ડુંગળીના પાકમાં (કંદ ઉત્પાદન) આવતાં જાંબલી ધાબામાં રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતા ડાઘા પડે છે. ઉપરનો ભાગ દાઝી ગયો હોય તેવો દેખાય છે. ડાઘા જાંબલી રાખોડી થઈ જાય છે, પાકમાં કંદ નું કદ નાનું રહે છે.થ્રીપ્સ નામની જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે. 🧅નિયંત્રણ :આ રોગના અસરકારક નિયંત્રણ માટે કૂપર ૧ (કોપર ઓક્સીક્લોરાઇડ ૫૦% WG) @ ૫૦ ગ્રામ અથવા રોઝતામ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧% + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી /૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અને હા બંને દવા સાથે કે સાયકલીન (સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ ૯૦% +ટેટ્રાસાઈક્લિન હાઇડ્રોક્લોરાઇડ ૧૦% IP) @ ૨ ગ્રામ/૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
2
અન્ય લેખો