AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરામાં ભૂકીછારાનો કરો ખાતમો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જીરામાં ભૂકીછારાનો કરો ખાતમો
🌱સફેદ રંગની ફૂગની વૃદ્ધિ શરૂઆતમાં છોડના નીચેના પાન પર જેવા મળે છે. સમય જતાં ફૂગની વૃદ્ધિ છોડના દરેક ભાગ પર જેવા મળે છે. જેના પરિણામે છોડ પર સફેદ પાવડર હોય તેવું લાગે છે. થોડા સમય પછી ફૂગનો સફેદ રંગ રાખોડી રંગમાં ફેરવાઇ જાય છે. જેના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. છોડ પર દાણા બેસતા નથી અને જે બેસે તો તે અવિકસિત અને વજનમાં સાવ હલકાં રહે છે. છારો હંમેશા શેઢા-પાળા ઉપર આવેલા વૃક્ષોના છાંયાવાળા ભાગથી શરૂ થાય છે. આ રોગ જો ફૂલ અવસ્થાએ લાગુ પડે તો ૫૦% જેટલું અને દાણા ભરાવાના સમયે લાગે તો ૧૦% થી ૧૫% જેટલો ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 🌱આ રોગના નિયંત્રણ વિશે વાત કરીયે તો પ્રથમ છંટકાવમાં ટેબુલ (ટેબુકોનાઝોલ ૧૦% + સલ્ફર ૬૫% WG) ૪૦ ગ્રામ અને સાથે સિલિકોન ૧૫ મિલી/ ૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા છંટકાવ માં રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) ૨૫ મિલી મુજબ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
0
અન્ય લેખો