AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, પશુ કિસાન ક્રેડિટકાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો, પશુ કિસાન ક્રેડિટકાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી.
👉કઈ રીતે કરવી અરજી :- ૧) આ માટે તમારે પહેલા તમારી નજીકની બેંકમાં જવું પડશે. ૨) તમને બેંક તરફથી એક અરજી ફોર્મ મળશે. ૩) આ ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ૪) આ સાથે, તમારે KYC માટે કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. ૫) જો તમે બેંકમાં જઈ શકતા નથી, તો તમે કોઈપણ CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. ૬) તમારું ફોર્મ ભર્યા પછી, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જો તમે પાત્ર છો, તો તમને 15 દિવસની અંદર તમારું પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે. 👉સુવિધાઓ અને લાભો :- - સરકાર એક ભેંસ માટે રૂ. 60,000, ગાય માટે રૂ. 40,000, મરઘી માટે રૂ. 720 અને ઘેટા/બકરા માટે રૂ. 4000ની લોન આપે છે. - તમે આ લોન બેંક અથવા નાણાકીય સંસ્થા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને માત્ર 4 ટકાના દરે મેળવો છો. - પશુપાલકોને 6 સરખા હપ્તામાં લોન મળે છે. ખેડૂતોએ આ લોન 5 વર્ષમાં પરત કરવાની રહેશે. - સામાન્ય રીતે, બેન્કો ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે લોન આપે છે, પરંતુ પશુ કિસાન ક્રેડિટ કાર્ડના કિસ્સામાં, પશુપાલકોને સરકાર તરફથી 3 ટકાની છૂટ મળે છે. - તમને જણાવી દઈએ કે ખેડૂતોને જરૂરિયાતના સમયે વ્યાજબી દરે લોન સરળતાથી મળી જાય છે. - આવી સ્થિતિમાં તે દેવાની જાળમાં ફસાઈ જવાથી બચી જાય છે. પશુપાલકો ડેબિટ કાર્ડની જેમ આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. 👉કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્‍ટ:- * ખેડૂત ભારત દેશનો વતની હોવો જોઈએ. * લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ. * અરજદારનું ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે (કોઈપણ એક) * બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલ હોવું જોઈએ. * મોબાઈલ નંબર * પાસપોર્ટ સાઇઝનો ફોટો * પાનકાર્ડ * જે કોઈપણ રીતે પશુપાલન સાથે સંકળાયેલ છે. 👉દૂધઉત્પાદન વ્યવસાય માટે પોતાનો કે, ભાડેથી અથવા કરાર આધારિત શેડ લઈને પશુઓ રાખતા ખેડૂતો પશુપાલન ક્રેકિડ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે લાયક છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
23
9
અન્ય લેખો