AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો નેનો DAP ની કિંમત અને ખાસિયત વિશે.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો નેનો DAP ની કિંમત અને ખાસિયત વિશે.
👉ભારત સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, જેના માટે તે સામાન્ય માણસ અને ખેડૂતો માટે સમયાંતરે ઘણી લાભદાયી યોજનાઓની જાહેરાત કરે છે. આ શ્રેણીને આગળ વધારતા, ભારત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નેનો ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપીને મંજૂરી આપી છે. જેના કારણે હવે ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. 👉જ્યાં પહેલા ખેડૂતોને 50 કિલોની ડીએપી બોરી ખરીદવી પડતી હતી, હવે તેના બદલે 500 મીલીની નેનો ડીએપી બોટલ આવી છે. બીજી તરફ સમાચાર અનુસાર, 50 કિલોની DAP બેગની કિંમત 1350 રૂપિયા છે, જ્યારે નેનો DAPની કિંમત તેનાથી અડધી એટલે કે 500 થી 600 રૂપિયા હશે. 👉કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે “વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ, આ સફળતા ખેડૂતોને મોટો ફાયદો પહોંચાડવા જઈ રહી છે. હવે ડીએપીની બેગ ડીએપીની બોટલ તરીકે પણ ઉપલબ્ધ થશે. 👉સરકારની મંજૂરી બાદ તેનો સીધો લાભ ખેડૂતોને મળવાનો છે. અત્યાર સુધી ખેડૂતો ખાતર માટે ડીએપીની ભારે બોરીઓ વહન કરતા હતા. પરંતુ નેનો ડીએપી શરૂ થતાં ટ્રાન્સપોર્ટેશનનું ભારણ તો ઘટશે જ સાથે ખેડૂતોના ખિસ્સા પરનો બોજ પણ ઓછો થશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
39
7
અન્ય લેખો