AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTeck Khedut
જમીન સુધારણા માટે સરકાર કરી રહી છે મહત્વનું પ્લાનિંગ !
👉 ગુજરાતમાં ખેતી વિષયક ગણના થવાની હોવાથી રાજ્યના જમીન દફતરને સુધારવા માટે રાજ્યના મહેસૂલ વિભાગે આદેશ કર્યો છે. આ ગણના પાંચ વર્ષ પછી થઇ રહી છે અને રાજ્યના તમામ ગામોના હક્કપત્રકો અદ્યતન કરવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગણનામાં પ્રત્યેક ખેડૂત ખાતેદારની તમામ વિગતો આવરી લેવામાં આવશે. એ ઉપરાંત આ ગણનામાં નિયમાનુસાર ફેરફાર નોંધ પાડી આ નોંધ પર આધારિત ગામ રેકર્ડ પણ સુધારવાનું થાય છે. ખાસ કરીને ગામ નમૂના નંબર -6 માં નોંધ પાડવાની કાર્યવાહી કરવાની છે . • પહેલા ભાગમાં પ્રાથમિક લાક્ષણિકતા જેવી કે ખાતેદાર સંખ્યા અને તેમના દ્વારા વિસ્તાર ઓપરેટ થતો હોય તેવા સીમાંત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા જૂથની તમામ પ્રકારની માહિતી એકત્ર કરવાની થાય છે. આ ડેટા સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાનો થાય છે . • બીજા ભાગમાં ખાતેદારની પાયાની વિગતો જેવી કે જમીનનો ઉપયોગ, સિંચાઇની સ્થિતિ, ભાડૂઆત અને પાક પદ્ધતિને આવરી લેવામાં આવી છે. આ ડેટા સપ્ટેમ્બર 2022 સુધીમાં એકત્ર કરવાનો થાય છે. • જ્યારે ત્રીજો ભાગ ઇનપુટ સર્વે છે . જેનો સર્વે ખેતી વિષયક ગણનાના આગામી ખેતી વર્ષને સંદર્ભ ગણીને કરવાનો થાય છે. આ સર્વેમાં ખાતેદારની ઇનપુટ વપરાશની પદ્ધતિ જેવી કે ખાતર, પિયત, બિયારણ, જીવાત નિયંત્રણ, ખેત ધિરાણ, ઘરનું કદ, ઉંમર, ખાતેદારનું શૈક્ષણિક સ્તર અને બહુવિધ પાકને ધ્યાને લેવામાં આવશે . 👉 ખેતી વિષયક ગણનાની આ માહિતી ખેતીવાડીના વિકાસ કાર્યક્રમના આયોજન અને તેના મૂલ્યાંકન , ખેતીવાડી અર્થશાસ્ત્ર , ખેત ધિરાણ તેમજ વિવિધ સંશોધનોમાં ઉપયોગ કરવામાં આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : અકિલા ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
10