AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 'છોટે કી કમાલ' ઘર આંગણે બનાવ્યું ગાર્ડન, મળ્યા અનેક એવોર્ડ !
બેટર ઇન્ડિયાધ બેટર ઇન્ડિયા
'છોટે કી કમાલ' ઘર આંગણે બનાવ્યું ગાર્ડન, મળ્યા અનેક એવોર્ડ !
🦋 મોટાભાગનાં માતા-પિતાની આ ફરિયાદ હોય છે કે, તેમનાં બાળકો મોબાઈલ અને ટીવીમાં જ ડૂબેલાં રહે છે, ત્યાં રાજકોટનો માત્ર 13 વર્ષનો નિસર્ગ ત્રિવેદી આટલી નાની ઉંમરે પ્રકૄતિ સંવર્ધનનું કામ કરી રહ્યો છે. ઓનલાઈન ક્લાસ દરમિયાન મળેલ સમય દરમિયાન એકપણ રૂપિયાના ખર્ચ વગર તેણે ઘર આંગણે બનાવી દીધો 300 છોડનો ગાર્ડન અને ફ્રી નર્સરી. 🦋 રાજકોટ શહેરના માલવિયા નગર વિસ્તારમાં રહેતા 13 વર્ષીય બાળકે સમયનો સદુપયોગ કરી રોજિંદા વપરાશની વેસ્ટ (નકામી) પ્લાસ્ટિકની કોથળીઓમાં વિવિધ પ્રકારના રોપાઓ વાવ્યા હતા, એટલું જ નહીં આ રોપાનો ઉછેર કરીને સગા-સંબંધીઓમાં વિનામૂલ્યે વિતરણ કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. આ કામ પાછળ તેમના પિતાનું ખાસ યોગદાન છે. 🦋 લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં આ સુનેહરા કાર્યની શરૂઆત કરી આ માટે તેણે અભ્યાસની સાથે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પતંગિયાને આકર્ષિત કરતા અને તરત વિકાસ પામતા નાના રોપાઓને નિસર્ગે ઘરે આવતી તમામ પ્રકારની કોથળીઓમાં પોતાના આંગણમાં જ ઉછેર કર્યો. 🦋 અલગ અલગ પ્રકારના 200 જેટલા રોપાનો ઉછેર અને પક્ષીઓ તેમજ પતંગિયાઓ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું અને નક્કામી પ્લાસ્ટિક બેગમાં ઉછેરી વિનામૂલ્યે વિતરણ કરતો છે. આ સરાહનીય કામગીરીને રાજ્ય સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી, રાજ્ય સરકારે વન મહોત્સવના દિવસે નિસર્ગનું સન્માન પણ કર્યું હતું. 🌹 વિવિધ રોપાઓનું વાવેતર કરતાં કરતાં નિસર્ગે નોંધ્યું કે અમુક રોપાઓ પતંગિયાઓને પોતાના તરફ ખેંચે છે. આથી આ બાબતે નિસર્ગે માહિતી મેળવી પતંગિયાંઓને આકર્ષિત કરતા છોડવાના અને વૃક્ષોના વાવેતર પર હાથ અજમાવ્યો, જેમાં તેને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો, જેના ફળસ્વરૂપે આજે ઘરના આંગણામાં બનાવેલ બગીચામાં પંદરથી વધુ વિવિધ પ્રજાતિના પતંગિયાઓ વસવાટ કરે છે. 🥇 નિસર્ગે બગીચામાં જીનીયા, ઘુઘરો, કોસમોસ, દેશી ગલગોટા, કીડામારી, લજામણી, કોયલવેલ, અંજીર,ગોરસ આંબલી, પારિજાત, પાંડવ કૌરવ વેલ, કાંચનાર, પીલુડી, અરડુસી, સાગ, શેતુર, ઈકઝોરા, ટીકોમા, તુલસી ઉપરાંત શાકભાજીના 300 થી વધુ રોપાઓ તૈયાર કર્યા છે. મહત્વનું છે કે,નિસર્ગે જુદા-જુદા આયુર્વેદિક છોડવાનું પણ વાવેતર કર્યું છે, અને આયુષ આયુર્વેદિક નર્સરી તૈયાર કરી છે. નિસર્ગના પર્યાવરણ પ્રેમ અને તેમણે કરેલી મહેનત બદલ રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ તરફથી નિસર્ગને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
4