AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસું મગ, મઠ, અડદ અને ચોળામાં ચૂસિયાં જીવાત !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચોમાસું મગ, મઠ, અડદ અને ચોળામાં ચૂસિયાં જીવાત !!
👉કઠોળ પાકોને પાકની શરૂઆતની અવસ્થાએ કેટલીક ચૂસીયા જીવાતો નુકસાન કરતી હોય છે. વાદળછાયું અને ગરમ તથા ભેજવાળા વાતાવરણમાં મોલો-મશી કુમળી ડાળિયો ઉપર રહી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. તેના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ દવા ૭ મિલી અથવા થયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુ જી દાણાદાર દવા ૬ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કરો છંટકાવ. 👉સફેદમાખી રસ ચુસીને નુકસાન તો કરે છે પણ તે પીળો પચરંગીયો (મોઝેક) વિષાણુંજન્ય રોગનો ફેલાવો પણ કરે છે. તેથી જ ઓછી હોય તો પણ ખતરનાક જીવાત ગણાય છે.તેના નિયંત્રણ એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વરસાદ કોરું કાઢે અને સહેજ પણ સુકું વાતાવરણ મળે તો થ્રીપ્સ પાન, ફૂલ, શિંગ વિગેરે માંથી ઘસરકા પાડી ને નુકશાન કરતી હોય છે. પાક ઉગ્યા પછી પીળા ચિકણા ટ્રેપ્સ એકરે ૫ પ્રમાણે મોજણી અને નિગાહ માટે ગોઠવી દો. ત્યારબાદ ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવાથી તેનું અસરકારકરીતે નિયત્રણ થઇ જતું હોય છે. આવી જીવાતોની સાથે સાથે પરભક્ષી દાળિયા પણ સારા પ્રમાણમાં જોવા મળતા હોય છે. જે મોલો, સફેદમાખી તડતડીયા વિગેરનું ભક્ષણ કરી તેમની વસ્તી ઓછી કરે છે, તેમને સાચવો. ઉપદ્રવની શરૂઆતે કોઈ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ ૧૦ મિલી (૧૦૦૦૦ પીપીએમ – ૧% ઇસી) થી ૪૦ મિલી (૧૫૦૦ પીપીએમ – ૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. જૈવિક દવોનો લાભ લેવા માટે લેકનીસિલિયમ લેકની, ફૂગ આધારિત દવા ૧.૧૫ ડબલ્યુપી ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો અને જીવાતના કુદરતી દુશ્મનોને બચાવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
0