AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાનો પાક લાલ થવાનો પ્રશ્ન+ઈયળ ની સમસ્યા.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચણાનો પાક લાલ થવાનો પ્રશ્ન+ઈયળ ની સમસ્યા.
🌱નમસ્કાર ખેડૂતભાઈઓ હાલના વાતાવરણ મુજબ ચણાના પાકમાં અત્યારે છોડ લાલ થવાનો અને ઇયળનો પ્રશ્ન જોવા મળે છે.આ કોઈ રોગ કે જીવાત ના લીધે નહીં પરંતુ વધુ પડતી ઠંડીને લીધે અથવા અનિયમિત પિયતના કારણે જોવા મળે છે.આ સમસ્યાના નિવારણ માટે છોડ પર સિલિકોન ૨૫ ગ્રામ/૧૫ લીટર પાણી અને સાથે સારા વિકાસ માટે પ્યોર કેલ્પ ૨૫ ગ્રામ/૧૫ લીટર પાણી મુજબ છંટકાવ કરવો. 🐛બીજો પ્રશ્ન ઇયળનો જોવા મળે છે. ઈયળ પાકની વાનસ્પતિક વિકાસ ની અવસ્થા માં છોડ ના પાન ખાઈ છે અને છોડ ને ઝાંખરા જેવો કરી નાખે છે. જ્યારે પોપટા ની અવસ્થા માં હુમલો કરે ત્યારે પોપટા માં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. જેથી ગુણવત્તા તેમજ ઉપજ માં ઘટાડો જોવા મળે છે.આ ઈયળ ના વધુ ઉપદ્રવ માં સમયસર નિવારણ ના મળે તો પાકમાં ઘણું નુકસાન જોવા મળે છે .જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો પ્રથમ છંટકાવમાં અમેઝ એક્ષ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામ / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.જરૂર જણાય તો બીજા છંટકાવ માં કોરાજન (ક્લોરેન્ટ્રાનીલિપ્રોલ ૧૮.૫% SC) @ ૬ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
3