AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરેલું બિયારણ કેવી રીતે સાચવશો?
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘરેલું બિયારણ કેવી રીતે સાચવશો?
👉 ધીરે ધીરે આપણૂં દેશી બિયારણ લુપ્ત થતું જાય છે. દેશી બિયારણ એટલે દેશી કે જેમાં રોગ-જીવાતના પ્રશ્નો ઓછા રહે છે. હા, થોડું ઉત્પાદન સુધારેલ બી કરતા ઓછું રહે. 👉 ઉત્પાદન વધારવાની લાયમાં આપણે મોંઘુદાટ સુધારેલ બિયારણ ઉપર જતા રહ્યા છે. 👉 આવા સુધારેલ બિયારણો ખેડૂતો વાવણી પહેલા એડવાન્સમાં ખરીદી લેતા હોય છે અને જો વાવણી સુધી બરાબર ન સાચવીએ તો બીના ઉગાવા ઉપર માઠી અસર પડતી હોય છે. 👉 તેમાં ભોંટવા, રાતાસરસિયા, વાતરી જેવી જીવાત પડવાથી બીના ઉગાવા ઉપર અસર પડે છે. 👉 તો ચાલો જાણિયે આવા દેશી અને સુધારેલ બી વાવણી સમય સુધી કેવી રીતે સાચવિએ. 👉 સંગ્રહ કરતા પહેલા બીના જથ્થામાંથી તુટેલ કે ખંડિત દાણા અને ફોતરા દુર કરો. 👉 બીમાં ભેજ ૧૦% કરતા ઓછો રહેવો જોઇએ. બીયારણને ૩-૪ દિવસ સૂર્ય તાપમાં સુકવવું. 👉 થોડું બી હાથમાં લઇ મુંઠ્ઠી વાળી દબાવી રાખો અને જો આપની હથેળી ઠંડી લાગે તો સમજવું કે બીમાં હજું પણ વધારે ભેજ છે. ફરી એક-બે દિવસ સૂર્યતાપમાં સુકવો. 👉 સુકવેલ બિયારણને કંતાનના કે કાપડમાંથી બનાવેલ થેલીમાં ભરી કોઠારમાં મૂંકો. 👉 હવાચુસ્ત કોઠારમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના પાઉચ (૧૦ ગ્રામ પ્રતિ ક્વિન્ટલ) મૂંકી કોઠારને અઠવાડિયા સુધી ખોલવું નહિ. 👉 બીયારણમાં ક્લોરપાયરીફોસ ૧.૫%નો પાવડર (૨ થી ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા.) ભેળવી થેલી કે પીપમાં સંગ્રહ કરો. 👉 આવું બિયારણ વાવતા બચે તો તેનો ખાવામાં કે પશુ નિરણ માટે કદાપી ઉપયોગમાં લેવું નહિ. 👉 પીપમાં છુટ્ટું બી ભર્યુ હોય તો ઉપરની બાજુએ ચાળેલી રેતીનો ૩ ઇંચનો થર બનાવો. 👉 કોઠારમાં એક નાનું લાઇટટ્રેપ મૂંકવું. 👉 શાકભાજીના ખરીદેલ બીના પેકેટ વાવણી સુધી ફ્રીઝમાં સાચવી રાખવા. 👉 કઠોળવર્ગ પાકમાંથી બી સાચવવાનું હોય તો કાપણી પહેલા એકાદ દવાનો છંટકાવ કરવો. 👉 દૂધનો પાવડર કાપડની કોથળીમાં ભરી મૂંકી રાખવાથી તે વધતા ભેજનું નિયંત્રણ કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6
અન્ય લેખો