AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરેથી શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે બેંક લોન પર સબસિડી
બિઝનેસ ફંડાએગ્રોસ્ટાર
ઘરેથી શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે બેંક લોન પર સબસિડી
👉ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશની લગભગ ૬૦% થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડુતો પણ તેમની આવક વધારવા અવાર નવાર અવનવી તરકીબો અપનાવતા રહે છે, ખેડુતોનુ વલણ હવે ડેરી ફાર્મિંગના વ્યવસાય તરફ જોવા મળી રહ્યુ છે. જો તમે પણ ડેરી ફાર્મિંગનો વ્યવસાય કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં તમે માત્ર ૧૦ હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો તમારે નાના પાયે કામ શરૂ કરવું હોય તો તમે ૨ ગાય અથવા ભેંસ સાથે ડેરી શરૂ કરી શકો છો. બે પશુઓ પર તમને ૩૫ થી ૫૦ હજાર રૂપિયા મળશે. 👉ડેરી ફાર્મિંગ શરૂ કરવાના પગલા - ડેરી ફાર્મિંગ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે શરૂઆતમાં અમુક ગાય અથવા ભેંસ રાખવી જોઈએ. ત્યારબાદ માંગ પ્રમાણે પછીના તબક્કામાં પશુઓની સંખ્યા વધારી શકાય છે. આ માટે સૌ પ્રથમ તમારે સારી જાતિની ગાય જેમ, કે ગીર જાતિની ગાય ખરીદવી પડશે અને તેની સારી સંભાળ અને ખોરાકની કાળજી લેવી પડશે. આનો ફાયદો એ થશે કે વધુ માત્રામાં દૂધનું ઉત્પાદન થવા લાગશે. તેનાથી આવકમાં વધારો થશે. થોડા દિવસો પછી તમે પશુઓની સંખ્યામાં પણ વધારો કરી શકો છો. 👉ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંક આપશે લોન - ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આધુનિક ડેરી તૈયાર કરવાનો છે. આ સાથે આ યોજનાનો હેતુ એ પણ છે કે ખેડૂતો અને પશુપાલકો ડેરી ફાર્મ ખોલી શકે અને તેમની આવકમાં વધારો કરી શકે. આ યોજના હેઠળ, તમને ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંક તરફથી લોન પણ આપવામાં આવે છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે આ લોન પર સબસિડી પણ મળે છે. 👉લોન પર મળશે સબ્સિડી - જ્યારે તમે ડેરી ફાર્મિંગના વ્યવસાય માટે બેંકમાંથી લોન લો છો, તો તમને સરકાર તરફથી તેના પર સબસિડી આપવામાં આવે છે. જો તમે ૧૦ જાનવરોની ડેરી ખોલવા માંગો છો તો તેના માટે તમારે ૧૦ લાખ રૂપિયાની જરૂર પડશે. કૃષિ મંત્રાલયની DEDS યોજનામાં તમને લગભગ ૨.૫ લાખ રૂપિયાની સબસિડી મળશે. આ સબસિડી નાબાર્ડ દ્વારા આપવામાં આવે છે. આ રીતે તમે આ બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
2