AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગોખરુ ખેતરના શેઢે ઉગતો નકામો, છોડ છે ઘણો ફાયદાકારક !
સ્વાસ્થ્ય સલાહએગ્રોસ્ટાર
ગોખરુ ખેતરના શેઢે ઉગતો નકામો, છોડ છે ઘણો ફાયદાકારક !
📢 ગોખરુ એ ચોમાસા દરમિયાન જમીનમાં ઊગી નીકળતો એક કાંટાવાળો છોડ છે. જેને આપને સામાન્ય રીતે પડતર જમીન અથવા ખેતરના શેઢાઓ પર જોયતા હોઈએ છીએ.ગોખરૂ માં બે જાતના છોડ હોય છે પરંતુ બંનેના ગુણો સરખા જ છે. આયુર્વેદની દૃષ્ટિએ તો તે ખુબ ઉપયોગી છે જ પરંતુ વ્યવસાયની રીતે પણ ફાયદાકારક બની શકે છે. સ્વભાવિક છે કે તેની ખેતી ન થતી હોય અથવા તો કરી ન શકાતી હોય પરંતુ ખેતરના શેઢે આપમેળે ઉગતો આ છોડ રોગોના ઇલાજ માટે ઉપયોગી છે. તો જાણો ગોખરાના આ ઉપયોગો અને ગુણધર્મો વિશે. શું છે ગોખરૂ? 📢 ગોખરૂનો છોડ 12 થી 40 સેમી. ઊંચો, શાખિત, પથરાતો, આછી રુવાંટીવાળો છોડ છે. તેનાં ફૂલ એકાકી હોય છે અને ચણીબોર જેવું પિરામિડ આકારનું ચતુષ્કોણીય ફળ હોય છે. તેનાં પાંદડાં તલના પાંદડા જેવાં હોય છે. તેને ફળ ઉપર ચારે બાજુએ ચાર કાંટા હોય છે. ગળો, ગોખરુ અને આંબળાના ચૂર્ણમાં ગોખરુ અગત્યનું ઘટક છે. ગોખરુ જમીન ઉપર સાડીની જેમ પથરાય છે. આયુર્વેદિક ઉપયોગ : 📢 આયુર્વેદ અનુસાર ગોખરુ શીતળ, બલકારક, મધુર, બૃહણ, પૌષ્ટિક, રસાયન, અગ્નિદીપક અને સ્વાદુ હોય છે. તે મૂત્રકૃચ્છ, અશ્મરી, દમ, ઉધરસ, હૃદયરોગ, અને વાયુનો નાશ કરે છે. ગોખરુ શીતવીર્ય, મુત્રવિરેચક, બસ્તિશોધક, અગ્નિદીપક, વૃષ્ય તથા પુષ્ટિકારક હોય છે. વિભિન્ન વિકારોમાં વૈધવર્ગ દ્વારા આનો પ્રયોગ કરવામાં આવે છે. 📢 આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ રસાયન ચૂર્ણની બનાવટમાં આમળાં અને ગળોની સાથે ગોખરુ પણ ઉમેરવામાં આવે છે, કેમ કે આમળાં અને ગળોની જેમ ગોખરુ પણ રસાયન ઔષધ છે. રસાયન એટલે એવું ઔષધ કે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દૂર રાખવામાં શરીરને મદદપ થાય. ગોખરુમાં આવા જ ઔષધીય ગુણો રહેલા છે. રસાયન હોવાની સાથે ગોખરુ મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધ છે. ગોખરુનો પાવડર : 📢 ગોખરુનો પાવડર હાલ ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ પર વહેચવામાં આવે છે. જેની અંદાજિત કિંમત 1 કિલો ની 800 થી 900 રૂપિયા ની આસપાસ છે. ખેડૂત મિત્રો ગોખરુનો પાવડર બનાવી કોઈ આયુર્વેદિક કંપનીને વહેંચી સારો નફો રળી શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
42
4