AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતમાં શરુ થશે ઠંડીનો પ્રકોપ !
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં શરુ થશે ઠંડીનો પ્રકોપ !
👉ખેડૂતભાઈઓ ગુજરાતમાં ઠંડી🥶 ચાલુ થઇ ગઈ છે, પણ અમુક વિસ્તારમાં પવન સાથે કડકડતી ઠંડી શરુ પડવાની સંભાવના છે. જેમાં સમાવેશ થાય છે-બનાસકાંઠા,કચ્છ,મોરબી,પાટણ અને સુરેન્દ્રનગર નાં અમુક વિસ્તારમાં તારીખ ૨૭ થી ૩૧ ડિસેમ્બર સુધી પવન સાથે કડકડતી ઠંડી શરુ પડવાની સંભાવના છે. આવા ઠંડા પવન વાળા વાતાવરણમાં શાકભાજી પાકો કપાસ તથા શિયાળુ પાકોમાં નુકશાનની સંભાવના વધી જાય છે. જેથી પાકની તંદુરસ્તી અને ઉત્પાદન પર માઠી અસર નાં પહોચે તે માટે નીચે મુજબ કાળજી રાખવી. ◆શાકભાજી પાકોમાં વાતાવરણમાં પવન સાથે ઠંડી વધતા મોલો નો ઉપદ્રવ વધી શકે છે તેમજ ફૂગ જન્ય રોગ દ્વારા નુકસાન થઇ શકે છે તેથી શટર (થાયોમેથોક્ઝામ ૭૫ % SG) @ ૭ ગ્રામ + ટેબુલ (ટેબુકોનાઝોલ ૧૦% + સલ્ફર ૬૫% WG) @ ૫૦ ગ્રામ + સિલિકોન @ ૧૫ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. ◆વેલાવાળા શાકભાજીમાં ભુકીછારો તેમજ ચુસીયા ના નિયંત્રણ માટે એડોનિક્સ @ ૨૫ મિલી + ઝિમ ફલૉ (કાર્બેન્ડાઝીમ ૪૬.૨૭% SC) @ ૧૫ મિલી + સિલિકોન @ ૧૫ મિલી મુજબ છંટકાવ કરવો. ◆જીરુંમાં ઠંડી સામે રક્ષણ માટે છંટકાવ સિલિકોન @ ૧૫ મિલી + પાનકા પ્લસ @ ૩૦ ગ્રામ + ગ્રેડ ૪ @ ૧૫ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. ◆જમીનમાં ખાતર સાથે સંચાર @ ૧૦ કિલો પ્રતિ એકર અથવા ભૂમિકા @ 4 કિલો પ્રતિ એકર આપવું જેથી છોડ જમીનમાં રહેલા પોષક તત્વો સરળતાથી લઇ શકે. અથવા જમીનમાં સલ્ફર ૯૦ % અથવા સલ્ફર ૮૦ % ૬ કિલો/એકર આપવું જોઈએ. ઠંડી સામે રક્ષણ માટે વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ભેજ હોય તો પિયત આપવાનું ટાળવું જોઈએ. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
1
અન્ય લેખો