AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના હવામાન થશે ફેરફાર
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના હવામાન થશે ફેરફાર
👉ગુજરાતમાં મે મહિનામાં વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં આ પહેલા પણ ઉનાળાની શરૂઆતથી જ વરસાદી માહોલ રહ્યો છે. અને વારંવાર માવઠાની અવરજવર ચાલી રહી છે. તેવામાં મેં મહિનામાં અંબાલાલ પટેલે વાતારવણમાં ઘટક ફેરફાર થાય તેવી આગાહી કરી છે અને સાવધાન રહેવા જણાવ્યું છે. આવી શકે છે ભયંકર આંધી 👉તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે અરબી સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે. 👉આ વખતે માવઠાની આગાહી વગર છેલ્લા ચાર દિવસથી બદલાયેલા વાતાવરણ બાદ વરસતા માવઠાએ ખેડૂતો ને મુશ્કેલી ઊભી કરી છે.કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત KVK ના વૈજ્ઞાનિકોના મત મુજબ આ વરસાદ કેરીમાં જીવાત સહિત ફળ માખી ઉત્પન્ન કરશે સાથે જ ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે. તેમાં ઇયળ સહિત ચુસીયા પ્રકારની જીવાત ઉત્પન્ન થઈ શકે છે, આ કમોસમી વરસાદ શાકભાજી પાકોને પણ નુકસાન પહોંચાડશે જેમાં વેલ વાળા શાકભાજીમાં કારેલા રીંગણ, પરવર, ટીડોળા ચીભડાં,ગલકા, દૂધી,ગુવાર જેવા શાકભાજી પાકને સાચવવા માટે ખેડૂતોને નવનેજા ઉતરશે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
36
4
અન્ય લેખો