AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગજબ માત્ર ત્રણ પૈંડાવાળી ઈલેક્ટ્રિક કાર !!
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
ગજબ માત્ર ત્રણ પૈંડાવાળી ઈલેક્ટ્રિક કાર !!
🚗પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે મુંબઈની એક કાર બનાવનારી કંપનીએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો દાવો કર્યો છે. આ લુક અને ડિઝાઈન માં સામાન્ય કારથી બહુ જ અલગ છે. આની સૌથી મોટી ખાસ વાત એ છે કે, આમાં માત્ર ત્રણ જ પૈડા છે. ત્રણ પૈડા હોવા છતાંય આ કાર ઓટો રિક્ષાથી બહુ જ અલગ છે. આ કારની બુકિંગ બહુ જ ઝડપથી થઈ રહી છે. 🚗પહેલા બુકિંગ પર ૫૦ હજાર સુધી અપગ્રેડનો લાભ મેળવો સૌથી પહેલા બુકિંગ કરવા પર ૫૦ હજાર સુધી અપગ્રેડનો લાભ પણ લઈ શકાય છે. આ કારની કીંમત અન્ય કારની તુલનામાં બહુજ ઓછી છે. 🚗માત્ર ૧૦ હજાર આપીને બુક કરી શકાય છે કેન્દ્ર સરકાર દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપી રહી છે. Strom motors ની માન્ય વેબસાઈટ પર તેને આસાનીથી બુક કરી શકાય છે. આધાર નંબર અને સરનામું આપીને આ કારને ઓનલાઈન બુક કરી શકાય છે. 🚗આ કારની ખાસિયત શુ છે Storm R3ની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં આગળની તરફ બે અને પાછળની તરફ એક પૈડું છે. આ કારને એક વાર ચાર્જ કરવા પર ૨૦૦ કિમી સુધી ચલાવી શકાય છે. આ કારની મહત્તમ સ્પીડ ૮૦ કિમી\કલાક છે. આમાં ટચસ્ક્રીન ડિસપ્લે 4G કનેક્ટિવિટી સાથે ક્લાઈમેટ ચેન્જના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. કારની લંબાઈ ૨,૯૧૫ mm, પહોળાઈ ૧,૫૧૦ mm અને ઊંચાઈ ૧,૫૪૫mm છે. આ કારમાં એક સાથે બે લોકો સફર કરી શકે છે. 🚗૫૫૦ વજન વહન કરવાની ક્ષમતા :- આ કારની કિંમત ૪.૫ લાખ રૂપિયા છે. આ કારની ૫૫૦ કિલો વજન વહન કરવાની ક્ષમતા છે. આમાં ૧૫ કિલો વૉટની ઈલેક્ટ્રિક બેટરી લાગેલી છે જે ૯૦Nm ઉર્જા ઉત્પન્ન કરે છે. આમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ એમ ૩ ડ્રાઈવિગ મોડ છે. અત્યાર સુધી આ કારને ૧૬૦ લોકો બુક કરૂ ચૂક્યા છે. ૩ કલાકમાં આ કાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. R3 Pure, R3 Current and R3 Bolt એમ ત્રણ વેરિએન્ટમાં આ ઉપલબ્ધ છે. જો તમે પણ આ કારને ખરીદવા ઈચ્છો છો તો ઓનલાઈન બુક કરીને પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મેળવી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
1