AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતી ની સાથે થશે કમાણી, આવી શાનદાર યોજના છે સરકાર ની !
યોજના અને સબસીડીન્યૂઝ18 ગુજરાતી
ખેતી ની સાથે થશે કમાણી, આવી શાનદાર યોજના છે સરકાર ની !
ખેડૂતોની વીજળીની સમસ્યા દૂર કરવા ગુજરાત સરકાર પાસે એક મહત્વની યોજના છે. સૂર્ય શક્તિ કિસાન યોજના જેમા ખેડૂત પોતાની જાતે પોતાના ખેતરમાં જ વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વેચી પણ શકે છે. આ યોજનામાં ખેડૂતે પોતાના ખેતરમાં સોલર પેનલ લગાવવાની રહેશે. આ સોલર પેનલની મદદથી ઉત્પન્ન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે. આ સાથે વધારાની વીજળી વીજ કંપનીઓને વેચી પણ શકે છે. આ યોજનાની મદદથી ખેડૂતો વધારાની આવકમેળવી શકશે. આ યોજનાથી નીચે પ્રમાણેનાં થશે લાભ આ સ્કાય યોજના નો લાભ લેવા ખેડૂતો જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળી નું વેચાણ કરી 8 તો 18 મહિના મા જ પરત મળી જશે તથા આ ઉર્જા પ્રદુષણ મુકત રીતે ઉત્પન્ન કરી શકાય છે. ખેડૂતોને પોતાના ખેતરમા વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ આપવામાં લગાવી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ સૌર પેનલ માટે થતા કુલ ખર્ચની ઓછામાં ઓછા 5% રકમ ભરવાની રહેશે અથવા 5%થી વધારે રકમ ભરી શકશે. ખેડૂત જેટલી વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 60 % રકમ સબસિડી પેટે ચુકવશે તથા બાકીની 35 % રકમ નિયા સસ્તા વ્યાજની લોન કરી આપવામાં આવશે, તે લોનનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જો કોઈ ખેડૂત વધારે કિલોવોટના પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજુરી અપવવામાં આવશે. આ વધારાની પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. તેના પર રાજ્ય સરકારની સબસિડી મેળવવા પાત્ર રહેશે નહિ. સ્કાય ફીડર દીઠ યોજનામા જોડતા ખેડૂત મિત્રોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર પર દિવસે 12 કલાક વીજળી મેળવી શકશે તેમજ જે ખેડૂતો આ યોજનામા જોડાયા નહિ હોય તે લોકોને 8 કલાક વીજળી મળવા પાત્ર છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાના 137 ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ. રાજ્ય સરકાર 25 વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે. સાત વર્ષ માટે રૂ. 7 પ્રતિ યુનિટના ભાવે અને બાકીના 18 વર્ષ માટે રૂા. 3.50 પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે. સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી 8થી 18 માસમાં જ તેને પરત મળી જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
26
અન્ય લેખો