AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતીનો શોખ પૂરો કર્યો ઘરની અગાસી પર, જાણો તમે પણ !
સફળતાની વાર્તાTV 9 ગુજરાતી
ખેતીનો શોખ પૂરો કર્યો ઘરની અગાસી પર, જાણો તમે પણ !
👉 ટેરેસ ગાર્ડન બનાવવા માટે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો ગણતરી કરવી હોય તો 10 વર્ષમાં ટેરેસ ગાર્ડનમાં 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. 👉 વ્યક્તિનો શોખ તેને નવી ઓળખ આપી શકે છે, પરંતુ જો ખેતીનો શોખ છે, તો આ શોખના ઘણા ફાયદા પણ છે. 🪴 બાગકામના અનુભવો પર આધારિત પુસ્તક લખ્યુ: રઘોત્તમને શરૂઆતથી ખેતીનો શોખ હતો, પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને નોકરી શરૂ કરી હતી. તેથી હવે નિવૃત્તિ પછી તે ખેતી કરે છે. તેમણે બાગાયતમાં તેમના અનુભવો પર આધારિત પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જેનું નામ છે- ‘Terrace Garden: Midde Thota’. આ સિવાય તેમના દ્વારા લખાયેલા ઘણા તેલુગુ પુસ્તકો પ્રકાશિત થયા છે. રઘોત્તમ રેડ્ડી છેલ્લા 10 વર્ષથી કિચન ગાર્ડનિંગ કરે છે. આજે તેની પાસે 1230 ચોરસ ફૂટમાં ફેલાયેલો બગીચો છે, જ્યાં તે શાકભાજી અને ફળો ઉગાડે છે. 🪴 હવે શાકભાજી ખરીદવા માટે બજારમાં જવાની જરૂર નથી: ટેરેસ પર ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે રઘોત્તમને શાકભાજી ખરીદવા માટે બજારમાં જવું પડતું નથી. તે પોતાના બગીચામાં ઉગાડવામાં આવતા કેમિકલ મુક્ત શાકભાજી ખાય છે. તેણે કહ્યું કે આ વિચાર સાથે તેણે ખેતી શરૂ કરી છે, તેને બહારથી શાકભાજી ખરીદવાની જરૂર નથી. તેઓ બગીચામાં ભીંડા, કોબી, ટામેટા, લીલા મરચાં, કઠોળ, કારેલા, રીંગણ વગેરે શકાભાજી સિઝન પ્રમાણે ઉગાડે છે. ઉપરાંત ફળમાં તેઓ લીંબુ, ડ્રેગન ફળ, જામફળ, સીતાફળ, દાડમ, ચીકુ ઉગાડે છે. 🪴 ટેરેસ ગાર્ડનથી 10 વર્ષમાં 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા: તેઓએ જણાવ્યું કે ટેરેસ ગાર્ડન બનાવવા માટે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જોકે તેણે એક જ વખતમાં બધું રોકાણ કર્યું નથી. હવે તેમને બહારથી શાકભાજી ખરીદવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો ગણતરી કરવી હોય તો 10 વર્ષમાં ટેરેસ ગાર્ડનથી 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. 🪴 ટેરેસ ગાર્ડન માટે તેણે રોકાયેલા નાણાંની વસૂલાત થઈ ગયા છે. તેમની મહેનતના બદલામાં આખું કુટુંબ ઓર્ગેનિક શાકભાજી ખાય છે. તેણે પોતાના ટેરેસ ગાર્ડનમાં રોપાઓની રોપણી માટે મોટા પ્લાસ્ટિક ડ્રમ, ડોલ અને કન્ટેનરનો ઉપયોગ કર્યો છે. તે પોતાના બગીચામાં માટી અને છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
4
અન્ય લેખો