AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂત નો કમાલ બનાવ્યું ઇ-સીડ ડ્રીલ મશીન !
કૃષિ જુગાડન્યૂઝ 18 ગુજરાતી
ખેડૂત નો કમાલ બનાવ્યું ઇ-સીડ ડ્રીલ મશીન !
🏎 જૂનાગઢ જિલ્લાનાં માળિયા-હાટિના તાલુકાના પીખોર ગામનાં ઇનોવેટર ભરતભાઇ અગ્રવાતે મલ્ટીપર્પઝ એવું વાવણી અને નિંદામણ માટેનું મશીન વિકસાવ્યું છે. આ મશીન વાવણી અને નિંદામણનું મશીન ચલાવવામાં સરળ છે અને ખેડૂતો તેમની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. 🏎બેટરીથી ચાલી શકે તેવા વાવણી અને નિંદામણ માટે ઉપયોગમાં લેવા તેવા મશીન વિકસાવ્યા છે. બેટરી સંચાલિત (ઇ-સીડ ડ્રીલ) મશીન એક વ્યક્તિ પણ ચલાવી શકે છે અને માનવ સંચાલિત છે તે મશીન ચલાવવામાં બે વ્યક્તિની જરૂર પડે છે. બેટરી સંચાલિત ઇ-સીડ ડ્રીલ કે ઇ-વીડર માત્ર બાર રૂપિયામાં આખો દીવસ ચાલી શકે છે. આ મલ્ટીપર્પઝ મશીન દ્વારા એક દિવસમાં 15 વીધા જમીનમાં વાવણી કે નિંદામણ કરી શકાય છે. ખેડૂતોને ટ્રેક્ટર ભાડે કરવા કરતા આ મશીનથી ખેતી કરવી વધુ સસ્તી પડે છે. 🏎 ભરતભાઈએ ખેતીમાં આ મશીન દ્વારા જે પ્રયોગો કર્યા તેમા તેમને સફળતા મળી છે અને ખેડૂતોને આ મશીનમાં ખૂબ રસ પડ્યો છે. ખેતીની જમીનના પ્રકાર પ્રમાણે આ મશીનના સ્ટૂલમાં ફેરફાર કરી શકાય છે. ખાસ કરીને, એક પાક વાવ્યા પછી વચ્ચેના ચાસમાં આંતર પાક માટે પણ આ મશીન ખૂબ ઉપયોગી નીવડી રહ્યું છે. 🏎 ભરતભાઈ 50 વર્ષની વય વટાવી ચુક્યા છે અને દસ ધોરણ ભણેલા છે પણ તેના સંશોધનોએ અનેક ખેડૂતોને નવા અને સસ્તા ખેત-ઓજારો આપ્યા છે જેના થકી ખેડૂતોની ખેતી સરળ બની છે. સંદર્ભ : ન્યૂઝ 18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
51
17