AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે લાભ જ લાભ ! ખાસ મેગા ફૂડ પાર્ક યોજના !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
ખેડૂતો માટે લાભ જ લાભ ! ખાસ મેગા ફૂડ પાર્ક યોજના !
🍅મેગા ફૂડ પાર્ક એટલે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને સંગ્રહ કરી અને બજારમાં પહોંચાડવાની પ્રક્રિયા અંગેની વ્યવસ્થા. વર્ષ 2009 માં, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 42 મેગા ફૂડ પાર્ક સ્થાપવાના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને તેમની પેદાશો માટે યોગ્ય ભાવ મળે અને તેમના ઉત્પાદનોને બજારમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રોસેસિંગ કરવામાં આવે. હાલ દેશભરમાં 22 મેગા ફૂડ પાર્ક કાર્યરત છે. 🫑મેગા ફૂડ પાર્ક શું છે ? મેગા ફૂડ પાર્ક એટલે એક એવો મોટો પ્લોટ, મશીનરી કે જ્યાં કૃષિ ઉત્પાદિત પાક, ફળો અને શાકભાજીના સુરક્ષિત સંગ્રહની વ્યવસ્થા છે. જ્યાં તે ઉત્પાદનો પર પ્રોસેસિંગ કરી શકાય છે, માર્કેટની માગ પ્રમાણે ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. 🍑ખેડૂતોને કેવી રીતે લાભ મળે ? ખેડુતો જે પાકની ખેતી કરે છે, તેમની પાસે સ્ટોરેજની કોઈ વ્યવસ્થા હોતી નથી. ટૂંકા સમયમાં ફળ અને શાકભાજી બગડી જવાની સંભાવના છે. આ સ્થિતિમાં મેગા ફૂડ પાર્કમાં કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરવાની સિસ્ટમ છે. આ સિવાય, આ ઉત્પાદનો પર પ્રોસેસિંગ કરીને તેમની કિંમતમાં વધારો કરવામાં આવે છે, એટલે કે તે કાચા માલને ઉંચી કિંમતના ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઉદાહરણ સાથે સમજો કે કોઈ વિસ્તારમાં ટમેટાંનું ઘણું ઉત્પાદન થાય છે, તે ખેડૂતો પાસેથી ખરીદ્યા બાદ ટામેટાનો સોસ તૈયાર કરી બજારમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. તેમને તેમની પેદાશ માટે સારો ભાવ મળે છે. 🌶️મેગા ફૂડ પાર્ક યોજનાનો ઉદ્દેશ: મેગા ફૂડ પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય મહત્તમ મૂલ્યમાં વધારો કરવા અને બગાડ ઘટાડવા માટે ખેડુતો, પ્રોસેસરો અને રિટેલરોને સાથે લાવીને ખેતી પેદાશોને બજારમાં જોડવાની એક પદ્ધતિ પ્રદાન કરવી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઉભી કરવાનો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
0
અન્ય લેખો