AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે આનંદ ની વાત,જલદી આવી જશે ૧૨ મો હપ્તો
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂતો માટે આનંદ ની વાત,જલદી આવી જશે ૧૨ મો હપ્તો
🧑પીએમ કિસાન યોજના હેઠળ ૧લી એપ્રિલથી ૩૧મી જુલાઈ વચ્ચેના સમયગાળા માટે ખેડૂતોને પ્રથમ હપ્તાના પૈસા આપવામાં આવે છે. 🧑પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ૧૨માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો,તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તેની માહિતી સૂત્રોના હવાલાથી સામે આવી છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના તમારા હિસ્સાના પૈસાની રાહ જોઈ રહ્યા છો, તો તે પહેલા તમારે આ મહત્વપૂર્ણ કામ ૩૧મી જુલાઈ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવું પડશે નહીંતર તમને તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નહીં મળે. 🧑હવે એવી માહિતી મળી રહી છે કે ૨૦૨૨ ના બીજા હપ્તાના પૈસા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ૩૧લિ જુલાઈ ૨૦૨૨ પહેલા ઈ-કેવાયસી કરાવો ઘણા અયોગ્ય લોકો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હતા, જેના કારણે સરકારે બધા માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જો તમે અત્યાર સુધી KYC નથી કર્યું તો તમારા ખાતામાં ૧૨મા હપ્તાના પૈસા નહીં આવે. ઇ-કેવાયસી વિના તમારો ૧૨ મો હપ્તો અટકી જશે. આ માટે તમારે ૩૧ જુલાઈ ૨૦૨૨ પહેલા ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. તમે ઘરે બેસીને ઓનલાઈન KYC પ્રક્રિયા પૂરી કરી શકો છો. 👉KYC કેવી રીતે કરવું ? - E-KYC કરાવવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. - તમને ઉપરના જમણા ખૂણામાં E-KYC નો વિકલ્પ દેખાશે. - તમારે આ E-KYC પર ક્લિક કરવાનું રહેશે. - હવે તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. - આ પછી તમારે ઇમેજ કોડ નાખવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. - હવે તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને OTP ભરવો પડશે. - આ પછી, જો તમારી બધી વિગતો સંપૂર્ણપણે માન્ય છે, તો તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. - જો તમારી પ્રક્રિયા યોગ્ય નથી તો invalid લખવામાં આવશે. - તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આને સુધારી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
17
3
અન્ય લેખો