AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને ખાતરની સાથે મળે છે 1 લાખનો વીમો ! શું તમે જાણો છો?
કૃષિ વાર્તાGSTV
ખેડૂતોને ખાતરની સાથે મળે છે 1 લાખનો વીમો ! શું તમે જાણો છો?
🌀 ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ખેડુતોને ખાતર વેચતી કંપની, અકસ્માત વીમા યોજના ચલાવે છે. કંપનીએ આ યોજનાનું નામ ‘ખાદ તો ખાદ બીમા ભી સાથ’ યોજના રાખ્યું છે. 🌀 કંપની ખાતરના પ્રત્યેક કટ્ટા પર 4 હજાર રૂપિયા વીમો આપે છે. એક ખેડૂત વધુમાં વધુ 25 કટ્ટા ખરીદીને 1 લાખ રૂપિયાનો વીમો મેળવી શકે છે. 🌀 આ વીમા પ્રીમિયમની ઇફકો દ્વારા સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે. કેવી રીતે ટ્રાન્સફર થાય છે રકમ 👉 ખાતરના કટ્ટા પરના આકસ્મિક વીમા હેઠળ, અસરગ્રસ્ત પરિવારોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ₹1 લાખ ચુકવવામાં આવે છે. 👉 વીમાની આ રકમ અસરગ્રસ્ત પરિવારના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. 👉 અકસ્માતમાં બે અંગો ગુમાવવા પર ₹2,000 રૂપિયા પ્રતિ કટ્ટાના દરે ₹50,000 ની મહત્તમ રકમ ચૂકવવામાં આવે છે. 👉 એક અંગ ગુમાવવાની સ્થિતિમાં વીમા કવચ દર કટ્ટા દીઠ ₹1,000 ના દરે આપવામાં આવે છે. કેવી રીતે દાવો કરી શકાય ? 👉 આકસ્મિક વીમાનો દાવો કરવા માટે, અસરગ્રસ્ત ખેડૂત પાસે ખાતરની ખરીદીની રસીદ હોવી આવશ્યક છે. 👉 ખેડુત પાસે જેટલા કટ્ટાની રસીદ મળશે તે મુજબ વીમાની રકમ ચુકવવામાં આવશે. 👉 અકસ્માતમાં ખેડૂતનાં મોતનાં કિસ્સામાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પંચનામુ વીમાનો દાવો કરવા માટે હોવા જોઈએ. 👉 અંગ ગુમાવવાના કિસ્સામાં અકસ્માતનો પોલીસ અહેવાલ હોવો જોઈએ. માહિતીનો અભાવ 👉 જાગૃતિના અભાવમાં, ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. 👉 IFFCO ખેડૂત સુરક્ષા હેઠળ કંપની ડીએપી, એનપીકે, યુરિયા ખાતરની ખરીદી પર દરેક બોરી પર ખેડૂતોને વીમો આપે છે. 👉 આ માટે, ઇફ્કોએ ટોક્યો જનરલ ઇન્સ્યુરન્સ કંપની સાથે જોડાણ કર્યું છે. 👉 ખાતરની કોથળીયો પર કંપનીએ ‘ખાદ તો ખાદ બીમા ભી સાથ’ ના નારા લખ્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
12